Home Health-lifestyle Eating Figs Is Beneficial For Health

અંજીરમાં છે અનેક ગુણ, થાય છે ખુબ ફાયદા : પણ કેટલાક લોકોએ દૂર રહેવુ જોઈએ

અંજીરમાં છે અનેક ગુણ, થાય છે ખુબ ફાયદા
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2025, 06:22 AM IST

અંજીર એ વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર છે. તેને રોજ ખાવાથી ઘણા સ્વાસ્થ્ય સંબધિત લાભ થાય છે. પાચનતંત્રને મજબૂત બનાવે છે, કબજિયાતથી રાહત મળે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે અને હૃદયની તંદુરસ્તી વધારે છે. પરંતુ તેના કેટલાક ગેરફાયદા પણ હોઈ શકે છે, જેમ કે પાચન સમસ્યાઓ, એલર્જી અને વજન વધવું. તેથી અંજીરનું સેવન નિયમિત માત્રામાં જ કરવું જોઈએ.

અંજીર ખાવાના ફાયદા
અંજીરને રાત્રે ખાવાથી ઘણા ફાયદા થઈ શકે છે.

પાચનતંત્ર સુધારે છે

અંજીરમાં ડાયેટરી ફાઈબર હોય છે, જે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે.

કબજિયાતથી રાહત

અંજીરના બીજમાં કુદરતી રેચક હોય છે જે કબજિયાતથી રાહત અપાવવામાં મદદ કરે છે.

વજન ઘટાડવામાં મદદ

અંજીરમાં ફાયબર અને પાણીની માત્રા વધુ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

બ્લડ પ્રેશર નિયંત્રણ

અંજીરમાં પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

હૃદયને હેલ્ધી રાખે છે

અંજીરમાં ઓમેગા-3 ફેટી એસિડ અને ફાયબર હોય છે, જે હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.

કેન્સરના જોખમમાં ઘટાડો

એન્ટીઓક્સીડેન્ટ અને ફ્લેવોનોઈડના કારણે કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.

માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર

અંજીરમાં ટ્રિપ્ટોફેન હોય છે, જે માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.

દિવસમાં કેટલા અંજીર ખાઈ શકાય?
અંજીર કેટલા ખાવા તે વ્યક્તિની ઉંમર, આરોગ્ય અને જરૂરિયાતો પર આધાર રાખે છે. સામાન્ય રીતે દિવસમાં 2-3 અંજીર ખાવાથી સ્વસ્થ વ્યક્તિ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે કોઈ ખાસ સ્વાસ્થ્ય સમસ્યાથી પીડાતા હોવ અથવા કોઈ ચોક્કસ ડાયટનું પાલન કરી રહ્યાં હોવ, તો તમારે તમારા ડૉક્ટર અથવા ન્યુટ્રિશનિસ્ટની સલાહ લેવી જોઈએ. ધ્યાનમાં રાખો કે અંજીરમાં સુગર અને કેલરી વધુ હોય છે.

કોણે અંજીર ન ખાવું જોઈએ?

સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ આ સિવાય ડાયાબિટીસના દર્દીઓએ અથવા તો એલર્જી ધરાવતા અને પાચન સંબંધિત સમસ્યા ધરાવતા લોકોએ અંજીર ના ખાવુ જોઈએ. જે લોકો વજન ઘટાડી રહ્યાં છે તેમણે પણ ના ખાવુ જોઈએ. કિડનીની સમસ્યાવાળા અને હૃદયરોગના દર્દીઓ માટે દર્દી હાનિકારક સાબિત થઈ શકે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now