Home Health-lifestyle Eat These Chilla For Weight Loss

વજન ઘટાડવામાં મદદ કરશે આ ત્રણ પ્રકારના ચિલ્લા : જાણો શું કહે છે એક્સપર્ટ્સ

વજન ઘટાડવામાં મદદ કરશે આ ત્રણ પ્રકારના ચિલ્લા
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2025, 12:24 PM IST

Chilla for Weight Loss:ફિટ અને હેલ્ધી રહેવા માટે, વજન ના વધવા દેવું જરૂરી છે. વજન વધવાના કારણે ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. નિષ્ણાતોનું માનવુ છે કે વજન ઘટાડવું સરળ નથી. આ માટે યોગ્ય ડાયટની સાથે નિયમિત વર્કાઉટ પણ જરૂરી છે. તમારા ડાયટમાં તે જ વસ્તુઓનો સમાવેશ કરો જેમાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર હોય. ન્યુટ્રિશ્યનિસ્ટ નમામી અગ્રવાલનું કહેવુ છે કે જે લોકો વજન ઓછું કરવા માગતા હોય તેઓ તેમના ડાયટમાં ચીલ્લા એડ કરી શકે છે. તેમા ઓછી કેલરીઝ હોય છે. તેમજ આ ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. તો ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે કયા ચીલ્લાને ડાયટમાં એડ કરવા જોઈએ, જે વજન ઘટાડવામાં ફાયદાકારક છે.

બેસનના ચીલ્લા
ચણાના લોટમાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર હોય છે, જે વજન ઘટાડવામાં ખુબ મદદ કરે છે. ચણાના લોટના ચીલ્લા બનાવવા ખુબ જ સરળ છે. તેને બનાવવા માટે ચણાના લોટમાં હળદર, આદુ, લીલા મરચા અને ધાણા નાખીને પેસ્ટ બનાવો. પછી તવા પર થોડું ઘી અથવા તેલ લગાવો અને બંને બાજુથી બનાવો. જે લોકો વજન ઘટાડવા માગે છે તેઓ તેને રોજ ખાઈ શકે છે.

ઓટ્સના ચિલ્લા
ઓટ્સ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી,એટલું જ નહીં શરીરને એનર્જી પણ મળે છે. ઓટ્સ ચિલ્લામાં ફાયબર, પ્રોટીન અને જરૂરી મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. તેનો સ્વાદ પણ ઘણો સારો છે.

પાલકના ચિલ્લા

પાલકના ચીલ્લા વેઈટ લોસ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં આયર્ન, ફાયબર અને અન્ય જરૂરી પોષક તત્વો હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ બનાવવા માટે, પાલકને સારી રીતે ધોઈ લો અને પછી તેમાં ચણાનો લોટ, લીલા મરચાં, હળદર અને જીરું ઉમેરીને પેસ્ટ તૈયાર કરો પછી તેને તવા પર શેકીને તૈયાર કરો. નિષ્ણાતોનું માનવુ છે કે વેઈટ લોસ માટે તમે ચિલ્લાને રોજિંદા ડાયટમાં એડ કરો.આમાં ઓછી કેલરી સાથે વધુ પોષણ હોય છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now