Home Sports Due To Axar Patels Illness This All Rounders Fortune Suddenly Brightened

Axar Patel ની બિમારીના કારણે આ ઓલરાઉન્ડરનું નસીબ અચાનક જ ચમક્યું! : આગામી 2 મેચ માટે આ ખેલાડીને ભારતીય ટીમમાં મળી તક

Axar Patel ની બિમારીના કારણે આ ઓલરાઉન્ડરનું નસીબ અચાનક જ ચમક્યું!
Published by: OBS Bureau
Last Updated: Dec 16, 2025, 08:28 AM IST

Akshar Patel out of series against South Africa due to illness: ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ બીમારીના કારણે સાઉથ આફ્રિકા સામેની T20I સીરિઝની બાકીની 2 મેચમાંથી બહાર થઈ ગયો છે. જોકે, અક્ષર પટેલ લખનૌમાં ટીમ સાથે છે, જ્યાં તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. મેન્સ સિલેક્શન કમિટીએ શાહબાઝ અહેમદને લખનૌ અને અમદાવાદમાં યોજાનારી T20I મેચ માટે તેના સ્થાને ટીમમાં સામેલ કર્યો છે. ભારતે સાઉથ આફ્રિકા સામે કટકમાં રમાયેલી સીરિઝની પ્રથમ મેચ 101 રને જીતી હતી. આ મેચમાં ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા પછી સાઉથ આફ્રિકાની ટીમ 12.3 ઓવરમાં 74 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ.

બીજી અને ત્રીજી મેચમાં સાઉથ આફ્રિકા અને ભારતનું પ્રદર્શન

બીજી મેચમાં સાઉથ આફ્રિકાની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 213 રન બનાવ્યા હતા, પરંતુ ટીમ ઈન્ડિયા 19.1 ઓવરમાં માત્ર 162 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. આ સાથે સાઉથ આફ્રિકાએ આ મેચ 51 રને જીતીને સિરીઝમાં 1-1 થી બરાબરી કરી લીધી છે. સીરિઝની ત્રીજી મેચ ધર્મશાલામાં રમાઈ હતી, જેમાં ભારતે 7 વિકેટે જીત મેળવી હતી અને સીરિઝમાં 2-1 ની લીડ મેળવી હતી. સાઉથ આફ્રિકાની ટીમને 117 રનમાં ઓલઆઉટ કર્યા પછી, ભારતે 15.5 ઓવરમાં મેચ જીતી લીધી હતી.

આગામી મેચો ક્યારે રમાશે?

ટેસ્ટ સીરિઝ 0-2 થી ગુમાવ્યા પછી, ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે સીરિઝ 2-1 થી જીતી લીધી છે. હવે ભારતની નજર T20I સિરીઝ પર છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સીરિઝની ચોથી મેચ 17 ડિસેમ્બરે લખનૌમાં રમાશે જ્યારે સીરિઝની અંતિમ મેચ 19 ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે.

સાઉથ આફ્રિકા સામેની છેલ્લી 2 ટેસ્ટ મેચો માટેની ભારતીય ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર અને શાહબાઝ અહેમદ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now