Home Gujarat Drunk Nabira Commits Obscene Act In Middle Of Road In Vadodara

નશામાં ધૂત નબીરાએ રોડ વચ્ચે કરી અશ્લીલ હરકત! : પોલીસે ઉતાર્યા 'છાંટાપાણી'નો પાવર!, કડક કાર્યવાહી

નશામાં ધૂત નબીરાએ રોડ વચ્ચે કરી અશ્લીલ હરકત!
Published by: OBS Bureau
Last Updated: Dec 31, 2025, 06:38 AM IST

Vadodara Anti-Social Elements : વડોદરા શહેરના એક અત્યંત ભરચક ટ્રાફિક સિગ્નલ પર બનેલી શરમજનક ઘટનાએ જાહેર શિષ્ટાચાર અને કાયદા વ્યવસ્થાને લઈને ચિંતા ઊભી કરી છે. ટ્રાફિક સિગ્નલ પર વાહનોની લાંબી કતાર વચ્ચે એક બાઈકચાલક યુવકે જાહેરમાં અશ્લીલ વર્તન કર્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી હતી.

પોલીસે આરોપીની ધરપકડ

આ ઘટના સામે આવતા જ વડોદરા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. વાયરલ વીડિયોના આધારે તપાસ કરીને પોલીસે આરોપીની ઓળખ કરી હતી. તપાસ દરમિયાન આરોપી યુવકનું નામ ગણેશ દિનકર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે થોડા જ સમયમાં આરોપીની ધરપકડ કરી તેને કસ્ટડીમાં લીધો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી યુવક દારૂના નશામાં હતો અને નશાની હાલતમાં બાઈક ચલાવી રહ્યો હતો.

નશાની હાલતમાં વાહન ચલાવાવનો ગંભીર ગુનાઓ દાખલ

વડોદરા પોલીસે આ મામલે કડક વલણ અપનાવી આરોપી ગણેશ દિનકર સામે પ્રોહિબિશન એક્ટ તેમજ મોટર વ્હિકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જાહેર સ્થળે અશ્લીલ વર્તન કરવું, ટ્રાફિકમાં અવરોધ ઊભો કરવો અને નશાની હાલતમાં વાહન ચલાવવું ગંભીર ગુનાઓ છે અને આવા કિસ્સાઓમાં કોઈપણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now