Drone Attack In Pakistan : લાહોર અને કરાચી સહિત પાકિસ્તાનના 6 મુખ્ય શહેરોમાં ડ્રોન હુમલાથી પાકિસ્તાન ધ્રુજી ઉઠ્યું છે. કરાચીમાં આર્મી બેઝ પર થયેલા વિસ્ફોટ બાદ, સમગ્ર વિસ્તારને સેનાએ પોતાના નિયંત્રણમાં લઈ લીધો છે. અત્યાર સુધીમાં કરાચી, લાહોર, ગુજરાંવાલા, ચકવાલ, ઘોટકી અને ઉમરકોટમાં કુલ 12 ડ્રોન વિસ્ફોટ થયા છે.
લાહોર બાદ હવે કરાચીમાં ડ્રોન વિસ્ફોટના સમાચારે સુરક્ષા મોરચે પાકિસ્તાનને હચમચાવી નાખ્યું છે. કરાચી, જે પાકિસ્તાનની આર્થિક રાજધાની અને પરમાણુ શસ્ત્રોના સંગ્રહ માટેનું મુખ્ય સ્થળ માનવામાં આવે છે. ત્યાં થયેલા ડ્રોન હુમલાએ પાકિસ્તાનની હાલત ખરાબ કરી નાંખી છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરાચીમાં એક આર્મી બેઝ પર ડ્રોન હુમલો થયો હતો, ત્યારબાદ સેનાએ આ વિસ્તારને સીલ કરી દીધો છે. વિસ્ફોટ બાદ આસપાસના વિસ્તારોમાં ગભરાટનો માહોલ છે અને સેનાએ સમગ્ર વિસ્તારનો કબજો સંભાળી લીધો છે.
અત્યાર સુધીમાં 6 શહેરોમાં ડ્રોન હુમલા
અત્યાર સુધીમાં પાકિસ્તાનના છ મુખ્ય શહેરો - કરાચી, લાહોર, ગુજરાંવાલા, ચકવાલ, ઘોટકી અને ઉમરકોટમાં ડ્રોન વિસ્ફોટોની પુષ્ટિ થઈ છે. એકલા લાહોરમાં ત્રણ વિસ્ફોટ નોંધાયા હતા, જેમાંથી એક નૌકાદળના બેઝ પાસે થયો હતો. પાકિસ્તાની મીડિયા અનુસાર, કુલ 12 વિસ્ફોટ થયા છે.
પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ નિષ્ફળ
આ હુમલાઓ દરમિયાન, પાકિસ્તાનની પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોવાનું સાબિત થયું છે. આશ્ચર્યજનક વાત એ હતી કે એક દિવસ પહેલા જ વડા પ્રધાન શાહબાઝ શરીફે પાકિસ્તાન વાયુસેનાની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે "વાયુસેના સંપૂર્ણપણે તૈયાર છે." થોડા કલાકો પછી, આ ભારતનાં ડ્રોન હુમલાઓએ શાહબાઝ શરીબનાં દાવાની હવા કાઢી નાંખી હતી.






