Home Entertainment Drishyam 3 Created History Even Before Its Release

'Drishyam 3' એ રિલીઝ પહેલાં જ રચ્યો ઇતિહાસ : ₹350 કરોડનો મેગા પ્રી-સેલ ડીલ, મોહનલાલની ફ્રેન્ચાઇઝી ફરી ધૂમ મચાવવા તૈયાર!

'Drishyam 3' એ રિલીઝ પહેલાં જ રચ્યો ઇતિહાસ
Published by: OBS Bureau
Last Updated: Dec 02, 2025, 05:09 AM IST

Drishyam 3: મલયાલમ સિનેમાની સૌથી મોટી અને સફળ ફ્રેન્ચાઇઝી ‘Drishyam’ ફરી એકવાર ચર્ચામાં છે. જીતુ જોસેફ દિગ્દર્શિત અને મોહનલાલ અભિનીત આ ક્રાઇમ થ્રિલર સિરીઝનો ત્રીજો ભાગ ‘Drishyam 3’ હજુ થિયેટરમાં આવ્યો નથી, પરંતુ રિલીઝ પહેલાં જ તેણે આશરે ₹350 કરોડનો પ્રી-રિલીઝ કરાર કરીને નવો રેકોર્ડ બનાવી દીધો છે. પેનોરમા સ્ટુડિયો સાથે થયેલી આ ડીલ ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી મોટા પ્રી-સેલ સોદાઓમાંની એક ગણાવાઈ રહી છે.

સોશિયલ મીડિયા પર 'Drishyam'ના ફેન્સ

આ સમાચાર સામે આવતાંની સાથે જ સોશિયલ મીડિયા પર દ્રશ્યમના ફેન્સ ઉત્સાહથી ભરાઈ ગયા છે. 5 વર્ષની રાહ પૂરી થવાને આરે! પહેલી ફિલ્મ દ્રશ્યમ (2013) માત્ર ₹3 કરોડના બજેટમાં બની હતી અને વૈશ્વિક સ્તરે ₹100 કરોડથી વધુનું કલેક્શન કર્યું હતું.

બીજો ભાગ Drishyam 2 (2021) પણ સુપરહિટ રહ્યો.

હવે 5 વર્ષ પછી આવનારો ત્રીજો ભાગ ચાહકોને વધુ રોમાંચ અને સસ્પેન્સ આપવા તૈયાર છે.

કોણ કોણ પરત ફરી રહ્યું છે?

મોહનલાલ (જ્યોર્જકુટ્ટી)ની સાથે ફરી એકવાર: મીના

અંસીબા હસન

એસ્થર અનિલ

અશ્વિન કુમાર

આખું જૂનું કાસ્ટ ફરી એકસાથે આવતાં ફેન્સની ઉત્સુકતા ખૂબ વધી ગઈ છે. વિશ્વભરમાં રિમેક, વિશ્વભરમાં હિટદ્રશ્યમ ફક્ત મલયાલમની નહીં પણ ભારતીય સિનેમાની ગ્લોબલ બ્રાન્ડ બની ચૂકી છે.

તેના રિમેક

હિન્દી (અજય દેવગન)

તમિલ (કમલ હાસન)

તેલુગુ (વેંકટેશ)

કન્નડ (રમેશ અરવિંદ)

સિંહાલા અને ચાઇનીઝ ભાષામાં પણ

ક્યાં જોઈ શકાય પહેલા બે ભાગ?

જો તમે હજુ સુધી દ્રશ્યમ અને દ્રશ્યમ 2 નથી જોયા તો: Disney+ Hotstar અને YouTube પર ઉપલબ્ધ (કેટલીક ભાષાઓમાં મફત પણ)

શૂટિંગ ઝડપથી ચાલુ છે, પરંતુ સત્તાવાર રિલીઝ ડેટ હજુ જાહેર થયું નથી.

જ્યોર્જકુટ્ટી અને તેનો પરિવાર ફરી એકવાર પોલીસને ચિત કરવા આવી રહ્યો છે…

તૈયાર રહો, 'Drishyam 3' ફરી એકવાર ધમાકો કરવાનો છે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now