Home Health-lifestyle Drink These Herbal Tea For Good Health

સવારે પીઓ આ ખાસ ચા : દૂધ કે ખાંડ વાળી નહીં, આ હર્બલ ચા કરાવશે ફાયદો, વજન ઘટાડવામાં કરશે મદદ

સવારે પીઓ આ ખાસ ચા
Published by: OBS Bureau
Last Updated: Jan 10, 2025, 03:30 AM IST

આજકાલ સૌ કોઈ હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે. પોતાનો વજન ઓછો કરવા માટે અનેક પ્રયાસો કરે છે. જીમ જવાથી લઈને ખાવા-પીવા પર નિયંત્રણ સુધી બધુ નિયમિત રૂપે કરે છે. પરંતુ જે લોકોની જીવનશૈલી ખૂબ જ વ્યસ્ત હોય છે, તેમની પાસે જિમ જવાનો, યોગ કરવાનો કે ડાયેટ કરવાનો સમય નથી હોતો.જો તમે પણ વ્યસ્ત છો તો અમે તમારા માટે એક સરળ હર્બલ ટીની રેસિપી લઈને આવ્યા છે. જેનાથી તમે સ્વાસ્થ્ય જાળવી શકો છો અને વધેલું વજન ઓછું કરી શકો છો.

આજે બદલાતી જીવનશૈલી અને ખાનપાનને કારણે વજન ઘટાડવું એક મોટો પડકાર બની ગયો છે. તેથી, અમે તમારા માટે એક સરળ પદ્ધતિ લાવ્યા છીએ. તે છે હર્બલ ટી. દરરોજ સવારે દૂધ સાથે ચા પીવાને બદલે નીચે દર્શાવેલ કેટલીક હર્બલ ટી પીવાથી તમારું વજન ઝડપથી ઘટશે.

1. જીરાની ચા
જીરાની ચા વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સવારની ચાનો એક સ્વસ્થ વિકલ્પ છે. તેને બનાવવા માટે 1 કપ પાણીમાં 1 ચમચી જીરું નાંખીને ગેસ પર સારી રીતે ઉકાળી લો.પાણી અડધું થઈ જાય પછી તેમાં મધ અને લિંબુ ભેળવીને પી શકો છો.

2. બ્લેક ટી
રોજ સવારે બ્લેક ટી પીવાથી વજન ઓછું કરી શકાય છે. કારણ તે તેનાથી ચયાપચયની પ્રક્રિયા તેજ થાય છે. અને વજન પણ ઓછું થાય છે. બ્લેક ટીને તમારે સામાન્ય ચાની જેમ જ તૈયાર કરવાની છે. બસ એમાં ખાંડ અને દૂધ નથી ઉમેરવાનું

3.તજની ચા
વજન ઓછો કરવા માટે તજનો ઉપયોગ ખૂબ જ ફાયદો કરાવી શકે છે. કારણ કે તજમાં ભરપૂર ઔષધિય ગુણો હોય છે. એટલે તેની ચા બનાવવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે. તજની ચા બનાવવા માટે સૌથી પહેલા 1 કપ પાણી, 1 ચમચી મધ, થોડો લિંબુનો રસ અને 1 ટુકડો તજ નાંખો. તેને તજ નાંખીને ઉકાળી લો અને તેને ગાળીને પી લો.

4.ગ્રીન ટી
ગ્રીન ટી ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. ગ્રીન ટી બનાવવી ખૂબ જ સરળ છે. ઉપરાંત, તમે સવારે અને સાંજે બંને સમયે આ ચા પી શકો છો. મેટાબોલિઝમ સુધારવામાં ગ્રીન ટી ખૂબ જ અસરકારક છે. આ સિવાય અજમાની ચા, ફુદીનાની ચા, આદુની ચા પીવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. તેને અમલમાં મુકતા પહેલા વિશેષજ્ઞોની સલાહ લો.)

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now