Home Entertainment Double Dose Of Suspense In Gujarati Cinema Paatki And Black Birthday Trailers Released Mystery Thrill And Bloody Twists

ગુજરાતી સિનેમામાં સસ્પેન્સનો ડબલ ડોઝ : 'પાતકી' અને 'બ્લેક બર્થડે'ના ટ્રેલર રિલીઝ, રહસ્ય, રોમાંચ અને લોહીયાળ વળાંકથી દર્શકોમાં ભારે ઉત્સુકતા

ગુજરાતી સિનેમામાં સસ્પેન્સનો ડબલ ડોઝ
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2026, 06:46 AM IST

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે માત્ર કોમેડી, ફેમિલી ડ્રામા કે રોમાન્સ સુધી મર્યાદિત નથી રહી. 2026ની શરૂઆતમાં જ ગુજરાતી સિનેમાએ સસ્પેન્સ-થ્રિલરના ક્ષેત્રમાં મોટું પગલું ભર્યું છે. બે શક્તિશાળી ફિલ્મો 'પાતકી' અને 'બ્લેક બર્થડે'ના ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયા છે, જેણે દર્શકોમાં ભારે ઉત્સુકતા અને ચર્ચા જગાડી છે. એક તરફ સુખી લગ્નજીવનમાં અચાનક આવેલા લોહીયાળ વળાંકની વાર્તા 'પાતકી', તો બીજી તરફ જટિલ ત્રિકોણીય પ્રેમ અને રહસ્યમય મર્ડરની કહાની 'બ્લેક બર્થડે' બંને ફિલ્મો ગુજરાતી સિનેમાને નવી ઊંચાઈઓ આપવા તૈયાર છે. ટ્રેલર જોતાં જ લાગે છે કે આ વર્ષે ગુજરાતી દર્શકોને રહસ્ય, રોમાંચ અને લોહીયાળ ખેલનો ડબલ ડોઝ મળવાનો છે.

'પાતકી': સુખી લગ્નજીવનમાં અચાનક લોહીયાળ વળાંક

શ્રદ્ધા ડાંગર અને ગૌરવ પાસવાલા સ્ટારર 'પાતકી' એક એવી સસ્પેન્સ થ્રિલર છે જેમાં એક આદર્શ લગ્નજીવન અચાનક તૂટી પડે છે. માનવ (ગૌરવ પાસવાલા) એક મહત્વાકાંક્ષી કોર્પોરેટ પ્રોફેશનલ છે, જેનું જીવન દેખીતી રીતે પરફેક્ટ છે. તેની પત્ની નિત્યા (શ્રદ્ધા ડાંગર) તેની તાકાત છે. પરંતુ એક ઘટના બધું બદલી નાખે છે. માનવ પોતાને દરેક અપરાધ માટે જવાબદાર માને છે અને પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારવા તૈયાર થાય છે, પરંતુ પુરાવા તેના નિવેદનને પડકારે છે.

નિત્યાનો સાચો હત્યારો માનવ છે કે કેમ તે 30 જાન્યુઆરીએ ખબર પડશે.

આ ફિલ્મના ટ્રેલરમાં પ્રેમ, અપરાધભાવ, આત્મશંકા અને રહસ્યનું અદ્ભુત મિશ્રણ છે, જે દર્શકને અંત સુધી જકડી રાખે છે.ફિલ્મમાં સુચિતા ત્રિવેદી, હિતેન તેજવાણી, ઉજ્જવલ દવે, કરણ જોશી (લાલો) અને આકાશ ઝાલા જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં છે. અભિનય દેશમુખના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ AMP સ્ટુડિયો પ્રોડક્શન્સના બેનર હેઠળ બની છે. પ્રોડ્યુસર્સમાં દિવ્યેશ દોશી, આલાપ કિકાણી, નૃપલ પટેલ, આનંદ ખમર અને રાજુ રાયસિંઘા સામેલ છે.

શ્રદ્ધા ડાંગરનું નિવેદન

30 જાન્યુઆરી 2026ના રોજ આ ફિલ્શ્રમ રિલીઝ થનારી છે. જેને લઈને શ્રદ્ધા ડાંગરનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં તે કહે છે કે, "આ ફિલ્મમાં મારો એક બિલકુલ નવો અવતાર છે. વાર્તા ખૂબ જ ચેલેન્જિંગ અને અલગ છે."

'બ્લેક બર્થડે': ત્રિકોણીય પ્રેમમાંથી રહસ્યમય મર્ડર સુધીની સફર

આર્જવ ત્રિવેદી, યોગીતા પટેલ અને ચેતન દૈયા સ્ટારર 'બ્લેક બર્થડે' એક ડાર્ક થ્રિલર છે, જે ત્રિકોણીય પ્રેમ પ્રકરણથી શરૂ થઈને એક ભયાનક મર્ડર મિસ્ટ્રીમાં પરિણમે છે. ટ્રેલરમાં પ્રેમ, ઈર્ષ્યા, ગુનો અને રહસ્યનું એવું જાળું છે કે દર્શક અંત સુધી અંધારામાં રહે છે. ફિલ્મનું ડાર્ક થીમ અને સસ્પેન્સ ભારે છે, જે ગુજરાતી સિનેમામાં નવી જ શૈલી લાવે છે.

'બ્લેક બર્થડે' 13 ફેબ્રુઆરી 2026ના રોજ રિલીઝ થશે.

આ ફિલ્મના ટ્રેલરમાં પ્રેમ, અપરાધભાવ, આત્મશંકા અને રહસ્યનું અદ્ભુત મિશ્રણ છે, જે દર્શકને અંત સુધી જકડી રાખે છે.ફિલ્મમાં સુચિતા ત્રિવેદી, હિતેન તેજવાણી, ઉજ્જવલ દવે, કરણ જોશી (લાલો) અને આકાશ ઝાલા જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં છે. અભિનય દેશમુખના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ AMP સ્ટુડિયો પ્રોડક્શન્સના બેનર હેઠળ બની છે. પ્રોડ્યુસર્સમાં દિવ્યેશ દોશી, આલાપ કિકાણી, નૃપલ પટેલ, આનંદ ખમર અને રાજુ રાયસિંઘા સામેલ છે. સ્ટુડિયો અર્વા પ્રોડક્શનના બેનર હેઠળ સાહિલ પટેલ અને વિશાલ પ્રજાપતિના પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મનું ડિરેક્શન બ્રિજેશ બૌદ્ધ અને શાહિદ અલીએ કર્યું છે. ફિલ્મમાં જિતેન્દ્ર ઠક્કર, ધ્રુવી સોની, સ્મિત જોશી, મગન લુહાર, કલ્પેશ પટેલ અને ગૌરાંગ જેડી મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 13 ફેબ્રુઆરી 2026(વેલેન્ટાઇન વીક)ના રોજ રિલીઝ થનારી છે.

મહત્વનું છે કે,'પાતકી' 30 જાન્યુઆરીએ અને 'બ્લેક બર્થડે' 13 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ બંને ફિલ્મો ગુજરાતી સિનેમાને થ્રિલર ઝોનમાં નવી ઓળખ આપવા તૈયાર છે. દર્શકોને હવે રહસ્ય અને રોમાંચનો ડબલ ડોઝ મળવાનો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now