Home Health-lifestyle Dont Keep These 5 Things In Bedroom According To Vastu

એક ભૂલ બગાડી શકે સંબંધો : બેડરૂમમાં ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આખા પરિવારને પડી શકે છે સમસ્યા

એક ભૂલ બગાડી શકે સંબંધો
Published by: OBS Bureau
Last Updated: Jan 15, 2025, 04:30 PM IST

બેડરૂમ એક એવી જગ્યા છે જ્યાં તમે તમારા જીવનના સુખરૂપ પળો વિતાવો છો અને તમારા જીવનસાથી અને પરિવાર સાથેના સપના પુરા કરી શકો છો. આરામ કરી શકો છો અને સારા સંબંધોનો પાયો નાંખી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘણી એવી વસ્તુઓ છે જે ભૂલથી પણ બેડરૂમમાં ન રાખવી જોઈએ. આવી વસ્તુઓ સુખ, શાંતિ અને આર્થિક સમૃદ્ધિ છીનવી લે છે. આના કારણે વ્યક્તિની માત્ર ઉંઘ ઉડી જતી નથી પરંતુ તે ડીપ ડિપ્રેશનમાં પણ જાય છે. ચાલો જાણીએ તે 5 વસ્તુઓ વિશે જે બેડરૂમમાં ન રાખવી જોઈએ.

વાસ્તુ શાસ્ત્રના અનુસાર બેડરૂમમાં ભૂલથી પણ મૃત વ્યક્તિનો ફોટો ન રાખવો જોઈએ. એવું કરવાથી ઊર્જા ઘરમાં ખેંચાઈને આવે છે. જેનાથી પરિવારના લોકોની માનસિક સ્થિતિ બગડી શકે છે. એના બદલે તમારા એ તસવીરને સન્માનજનક સ્થળ, જેવા કે મંદિર, આંગણા કે ડાઈનિંગ હોલમાં રાખી શકાય છે. એવું કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવી શકે છે.

વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બેડરૂમમાં ક્યારેય કાતર, ચાકૂ કે અન્ય ધારદાર વસ્તુઓ ન રાખવી જોઈએ. કારણ કે આવી વસ્તુઓ નેગેટિવ એનર્જીને પોતાની તરફ ખેંચે છે અને આંતરિક કલેશનું કારણ બને છે. આવી વસ્તુઓને રસોડામાં જ રાખવી જોઈએ, જેથી માહોલ સકારાત્મક રહે. આ સાથે બેડરૂમમાં ભગવદગીતા, રામાયણ, મહાભારત જેવી ધાર્મિક પુસ્તકો ન રાખવા જોઈએ. બેડરૂમમાં કપલ રતિક્રિયા કરતા હોવાથી અહીં ધાર્મિક પુસ્તકો ન રાખવા જોઈએ. તેને મંદિરમાં જ રાખો.

વાસ્તુશાસ્ત્રી અનુસાર બેડરૂમમાં ક્યારેય પણ દેવી-દેવતાઓની મૂર્તિઓ કે ચિત્રો ન રાખવા જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે, જો તેનું પાલન ન કરવામાં આવે તો પરિવારના સભ્યો માનસિક તણાવનો શિકાર બની શકે છે. આ ઉપરાંત, ગરીબી પણ ધીમે ધીમે તમારા પર અસર કરવા લાગે છે. તેના બદલે, તમે તે ચિત્રો અને મૂર્તિઓને પૂજા સ્થાનમાં રાખી શકો છો.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now