Danish Malewar Century: ડોમેસ્ટિક ક્રિકેટમાં વધુ એક સ્ટાર પોતાના બેટથી પોતાનું નામ કરી રહ્યો છે. 21 વર્ષના આ બેટ્સમેને રણજી ટ્રોફીની નોકઆઉટ મેચોમાં તબાહી મચાવી દીધી છે. ક્વાર્ટર ફાઈનલ અને સેમીફાઈનલમાં અર્ધસદી ફટકાર્યા બાદ યુવા બેટ્સમેને હવે ટાઈટલ મેચમાં સદી ફટકારીને સનસનાટી મચાવી દીધી છે. નામ છે ડેનિશ માલેવાર. કેરળ સામે રમાઈ રહેલી મેચમાં દાનિશ જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે વિદર્ભની ટીમ માત્ર 24 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ડેનિશે માત્ર ઇનિંગ્સને સંભાળી જ નહીં પરંતુ શાનદાર બેટિંગ કરી અને સદી પણ ફટકારી.
દાનિશે ફટકારી શાનગાર સદી
રણજી ટ્રોફીની નોકઆઉટ મેચોમાં દાનિશનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ક્વાર્ટર ફાઈનલ અને સેમી ફાઈનલ મેચમાં અડધી સદી ફટકાર્યા બાદ તેણે ફાઈનલમાં પણ પોતાના બેટથી તબાહી મચાવી હતી. 21 વર્ષીય આ બેટ્સમેન વિદર્ભ સામે મુશ્કેલી નિવારક સાબિત થયો હતો. દાનિશ જ્યારે બેટિંગ કરવા મેદાનમાં આવ્યો ત્યારે વિદર્ભની ટીમ માત્ર 24 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દેતાં મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. દાનિશ, કરુણ નાયર સાથે મળીને ટીમની લથડતી ઇનિંગ્સને શાનદાર રીતે સંભાળી હતી. દાનિશે કેરળના બોલરોનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને સળંગ બોલ પર સિક્સ અને ફોર ફટકારીને પોતાની સદી પૂરી કરી. પોતાની ઇનિંગ દરમિયાન દાનિશે અત્યાર સુધીમાં 12 ચોગ્ગા અને બે ગગનચુંબી સિક્સર ફટકારી છે.
નાયર-દાનિશે ઈનિંગ સંભાળી
દાનિશે કરુણ નાયર સાથે મળીને વિદર્ભની ખરાબ રીતે ફંગોળાયેલી ઇનિંગ્સને સંભાળી હતી. ટીમના આ બંને બેટ્સમેનોએ ચોથી વિકેટ માટે 158 રનની ભાગીદારી કરી છે અને રમત હજું ચાલું છે. નાયર પણ શાનદાર ફોર્મમાં દેખાયો અને તેણે હોશિયારીથી બેટિંગ કરી અને પોતાની અડધી સદી પૂરી કરી. વિદર્ભની શરૂઆત સારી રહી ન હતી અને પાર્થ ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી દર્શન નાલકંડે પણ બેટથી કંઈ ખાસ બતાવી શક્યો નહોતો અને માત્ર એક રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. ધ્રુવ શૌરી 35 બોલમાં 16 રન બનાવીને નિધીશનો શિકાર બન્યો હતો.
સતત પાંચમી વખત જીત્યું ગુજરાત: હૈદરાબાદ 86 રનમાં સમેટાયું






