Home Gujarat Dolphin Dance At Ahmedpur Mandvi Beach

અહેમદપુર માંડવી બીચ પર 'ડોલ્ફિન ડાન્સ'! : 40થી વધુ હમ્પબેક ડોલ્ફિનનું જૂથ, પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ

અહેમદપુર માંડવી બીચ પર 'ડોલ્ફિન ડાન્સ'!
Published by: OBS Bureau
Last Updated: Dec 19, 2025, 09:56 AM IST

Gir Somnath Dolphin : ગીર સોમનાથના ઉના પાસે આવેલા અહેમદપુર માંડવી બીચ પર શિયાળાની શરૂઆત થતાં જ ડોલ્ફિનનું આગમન થયું છે. તાજેતરમાં અહીં 40થી વધુ હમ્પબેક ડોલ્ફિનનું જૂથ જોવા મળ્યું છે, જેની દરિયામાં ઊછળકૂદ કેમેરામાં કેદ થઇ છે.

માંડવી બીચ પર ડોલ્ફિનનું આગમન

આ ડોલ્ફિન મોટે ભાગે તેમના બચ્ચાંના ઉછેર અને અનુકૂળ પાણીના તાપમાન તેમજ ખોરાકની ઉપલબ્ધતા માટે દીવની નજીક આવેલા આ વિશાળ દરિયાઈ વિસ્તારમાં આવે છે. આ અદ્ભુત દૃશ્ય પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ બન્યું છે અને પર્યટનને વેગ મળ્યો છે.

પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ

અહેમદપુર માંડવી બીચ ગુજરાતના સુંદર દરિયાકાંઠા પૈકી એક છે, જ્યાં વોટર સ્પોર્ટ્સ ઉપરાંત ડોલ્ફિન સ્પોટિંગ પણ લોકપ્રિય છે. ત્યારે આ નજારો જોવા માટે પ્રવાસીઓની ભીડ પણ વધી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now