Home Health-lifestyle Does Smoking Cigarettes Really Reduce Stress

સ્મોકિંગ ગુડ ફોર સ્ટ્રેસ? : સિગરેટ ખરેખર ઓછો કરે છે સ્ટ્રેસ?

સ્મોકિંગ ગુડ ફોર સ્ટ્રેસ?
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2025, 04:54 PM IST

આજકાલ તમે જુઓ તો મોટાભાગના પુરુષોને સિગરેટ પીવાની આદત હોય છે. અને આ માટે તઓ તણાવ ઓછો કરવા માટે પીતા હોવાનું કારણ આપે છે. મોટાભાગના લોકો કહે છે કે, જ્યારે તેઓ તણાવામાં હોય છે ત્યારે સિગરેટ પીએ છે તો તણાવ ઓછો થાય છે. સવાલ એ છે કે શું ખરેખર આવું થાય છે? હકીકતમાં, જો કોઈ વ્યક્તિને એવું લાગે છે કે ચા પીવાથી, દારૂ પીવાથી કે સિગારેટ પીવાથી તણાવ ઓછો થાય છે, તો એવું બિલકુલ નથી. તેના બદલે, ચા કે સિગારેટમાં જોવા મળતા નિકોટિનને કારણે, આવી વસ્તુઓ પીધા પછી તમારું મન થોડા સમય માટે શાંત થઈ શકે છે. પરંતુ આ પ્રકારનો આરામ સંપૂર્ણપણે કામચલાઉ છે.

વિશેષજ્ઞોના નામ પ્રમઆણે આખો ખેલ માઈન્ટસેટનો છે.સિગરેટ પીને થોડીવાર તમને એવું લાગશે કે તમે રિલેક્સ થઈ ગયો છો. પરંતુ તે શોર્ટ ટર્મનું હોય છે. તમને થોડીવાર માટે રાહત મળશે પરંતુ આવું કરવાથી તમારું ટેન્શનનું લોંગ ટર્મનું લેવલ વધી જશે. જ્યારે તમે સ્ટ્રેસ ઓછો કરવા માટે સિગરેટ પીઓ છો અને બાદમાં નિકોટિનની અસર ઓછી થાય છે એટલે તમને ફરી એકવાર પીવાનું મન થાય છે. લોકોને સિગરેટની તલપ લાખવાનું મુખ્ય કારણ એ છે કે, નિકોટીની માત્રા વધુ હોય છે. જેથી તલપ લાગે છે અને એનાથી માથામાં ડોપામાઈન નિકલે છે. પરંતુ તે થોડા સમય માટે જ હોય છે.

સિગરેટ પીવાથી ફેફસાંના કેન્સરનો ખતરો વધી જાય છે.હ્રદયરોગ અને હાઈ બ્લડ પ્રેશરની સંભાવનાઓ વધુ થાય છે.ધીમે ધીમે શરીરની ઈમ્યુનિટીની તાકાત ઘટે છે.સ્મોકિંગથી શ્વાસ લેવામાં તકલીફ અને આસ્થમા જેવી બીમારીઓ થાય છે.પાચન તંત્ર પર પ્રભાવ પાડી એસિડિટી અને અલ્સરનું જોખમ વધે છે.હાડકાંની તાકાત ઘટે છે, અને ઓસ્ટિયોપ્રોસિસ જેવી સમસ્યાઓ વધી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા)

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now