Home Health-lifestyle Do You Also Eat Sweets After A Workout Keep These Things In Mind

ફિટનેસ ફ્રીક લોકો રાખે આટલું ધ્યાન : વર્કઆઉટ કર્યા બાદ તમે પણ ખાઓ છે સ્વીટ? તો રાખો આટલું ધ્યાન..

ફિટનેસ ફ્રીક લોકો રાખે આટલું ધ્યાન
Published by: OBS Bureau
Last Updated: Jan 14, 2025, 02:00 PM IST

સારી સેહત માટે વર્કઆઉટ જરૂરી છે અને વર્કઆઉટ કર્યા બાદ ડાયેટ કંટ્રોલ. જો તમે વર્કઆઉટ અને ડાયેટિંગ સાથે નથી કરી શકતા તો તમે તમારા ગોલ સુધી ક્યારેય નહીં પહોંચી શકો.વર્કઆઉટ બાદ ગળ્યું ખાવાની લાલસા સામાન્ય વાત છે. સખત મહેનત કર્યા બાદ ઘણીવાર લોકોને ગળ્યું ખાવાનું મન થાય છે. એવામાં અનેક લોકો માને છે કે, વર્કઆઉટ બાદ ગળ્યું ખાઓ છો તો તેમના સ્વાસ્થ્ય પર કોઈ અસર નહીં પડે.પરંતુ આવું નથી. તમારા સ્વાસ્થ્ય પર તેની અસર પડી શકે છે.

ફેટ વધવી
જ્યારે તમે વર્કઆઉટ પછી મીઠાઈઓ ખાઓ છો, ત્યારે મોટાભાગની ખાંડ ચરબીમાં પરિવર્તિત થાય છે અને શરીરમાં સંગ્રહિત થાય છે. વજન વધવાનું આ એક મહત્વનું કારણ છે.

થાક અને નબળાઈ
ગળી વસ્તુઓમાં વધુ સ્યુગર હોય છે. જ્યારે તમે વર્કઆઉટ બાદ તરત જ ગળ્યું ખાઓ છો, તો તમારા શરીરમાં ઈન્સ્યુલિન હોર્મોનને વધુ રિલીઝ કરે છે. ઈન્સ્યુલિનનો સૌથી મોટો રોલ બ્લડ સ્યુગરના સ્તરને ઓછું કરવાનો છે. પરંતુ વધુ માત્રામાં ઈન્સ્યુલિનનું ઉત્પાદન થવાથી સ્યુગરનું સ્તર ઓછું થઈ શકે છે જેનાથી તમને થાક અને નબળાઈ આવી શકે છે.

પાચનતંત્રને અસર
વર્કઆઉટ બાદ ગળ્યું ખાવાથી પાચન તંત્ર પ્રભાવિત થઈ શકે છે. ગળી વસ્તુઓમાં ફાઈબરની ઘટ હોય છે. જેનાથી કબજિયાત અને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

માંસપેશીઓની સમારકામમાં ફાયદો
વર્કઆઉટ દરમિયાન માંસપેશીઓને નુકસાન થાય છે. અને સમારકામ થાય છે. ગળ્યા ભોજન અને ડ્રિંકમાં પ્રોટીન અને અન્ય જરૂરી પોષક તત્વોની કમી હોય છે, જે માંસપેશીઓના સમારકામ માટે જરૂરી હોય છે. એટલે જ, વર્કઆઉટ બાદ ગળ્યું ખાવાથી તેમાં બાધા આવી શકે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now