Home Health-lifestyle Do Not Make This Mistake On Valentines Day

વેલેઈન્ટાન્સ પર ન કરો આ ભૂલ : પ્રેમના પર્વ પર પાર્ટનરને કદી પણ ન આપો આ ભેટ...

વેલેઈન્ટાન્સ પર ન કરો આ ભૂલ
Published by: OBS Bureau
Last Updated: Feb 07, 2025, 04:30 PM IST

પ્રેમનું પર્વ મનાતા વેલેન્ટાઈન્સ ડેના નજીક આવતાની સાથે જ પાર્ટનર એકબીજાને શું ગિફ્ટ આપવી તે વિચારતા હોય છે. ઘણીવાર લોકો તેમના માનીતા વ્યક્તિ માટે ખાસ ભેટ પસંદ કરતા હોય છે. પરંતુ આ ભેટ ક્યારેક તમારા જીવનમાં સકારાત્મકતાના બદલે નકારાત્મકતા લાવી શકે છે. અને તેમને નુકસાન થઈ શકે છે. આજે અમે તમને એવી ભેટ વિશે કહીશુ, તે તમારે વાસ્તુને ધ્યાનમાં રાખીને તમારા પાર્ટનરને ક્યારેય ન આપવી જોઈએ.

અનેક વાર આપણે આપણા જીવન સાથીને ધારદાર કે તીક્ષ્ણ વસ્તુઓ આપીએ છે.જે જરા પણ યોગ્ય નથી. સા સાથે તમારે તમારા સાથીને ક્યારેય રૂમાલ, પેન કે ઘડિયાળ પણ ભેટમાં ન આપવી જોઈએ. આ વાત તમારા સંબંધો પર નકારાત્મક અસર કરી શકે છે. આ સાથે ઘણીવાર લોકો કાંટેદાર છોડ તેમના સાથીને આપે છે. આવું પણ તેમણે ન કરવું જોઈએ. આ સાથે તમારે તમારા પાર્ટનરને અરીસો પણ ન આપવો જોઈએ. આવું કરવું શુભ નથી માનવામાં આવતું.આ સમય દરમિયાન, ધ્યાનમાં રાખો કે ક્યારેય તમારા જીવનસાથીને કાળા રંગના કપડાં ભેટમાં ન આપો. આ સાથે, વાસ્તુશાસ્ત્રમાં જૂતા અને ચંપલ ભેટમાં આપવાનું પણ સારું માનવામાં આવતું નથી.

પ્રેમના પર્વ દરમિયાન તમારા જીવનસાથીને ફોટો ફ્રેમ અથવા માટીની બનેલી પ્રતિમા ભેટમાં આપવી એ વધુ સારો વિકલ્પ રહેશે. આ સાથે, તમે તમારા જીવનસાથીને નદીઓ, પર્વતો વગેરે જેવા પ્રકૃતિ સાથે સંબંધિત ચિત્રો પણ ભેટમાં આપી શકો છો. વાસ્તુ શાસ્ત્રમાં, આવી ભેટોને ખૂબ જ શુભ માનવામાં આવે છે, જે તમારા સંબંધોને પણ મજબૂત બનાવે છે. આ સાથે તમે તેમને રેકીના બ્રેસલેટ કે સ્ટોન પણ ગુડલક માટે આપી શકો છો.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now