Home Gujarat Dispute Between Neighbors Over Dog In Manjalpur Vadodara

વડોદરાના માંજલપુરમાં ડોગને લઈને પાડોશીઓ વચ્ચે વિવાદ! : યુવકે મહિલાને બેટ મારી કર્યો હુમલો, પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી

વડોદરાના માંજલપુરમાં ડોગને લઈને પાડોશીઓ વચ્ચે વિવાદ!
Published by: OBS Bureau
Last Updated: Mar 06, 2026, 10:00 AM IST

Vadodara : વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ડોગને લઈને પાડોશીઓ વચ્ચે થયેલો વિવાદ હિંસક બન્યો હતો. સોસાયટીમાં રહેતા એક યુવકે પાડોશી મહિલાને બેટ વડે હુમલો કરતાં મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાના પગલે મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યારે સમગ્ર મામલો માંજલપુર પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસે આરોપી યુવકને અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિવાદનું મુખ્ય કારણ

પ્રાપ્ત માહિતી મુજબ, માંજલપુર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ડોગને લઈને લાંબા સમયથી પડોશીઓ વચ્ચે તણાવ ચાલતો હતો. આરોપ છે કે, સોસાયટીમાં રહેતો એક યુવક પોતાના પાળતુ ડોગને રોજ સોસાયટીના ઘર સામે ઊભા રહી ટોયલેટ કરાવતો હતો. જેના કારણે આસપાસના રહેવાસીઓને ગંદકી અને દુર્ગંધનો સામનો કરવો પડતો હતો.ઇજાગ્રસ્ત મહિલાની હાલત

આ મુદ્દે સોસાયટીમાં રહેતી એક મહિલાએ યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને ડોગને અન્ય જગ્યાએ લઈ જઈ ટોયલેટ કરાવવાની વિનંતી કરી હતી. જોકે આ વાતને લઈને બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. વાત વધતા યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને ગુસ્સામાં આવી મહિલાને બેટ વડે હુમલો કરી દીધો હતો. હુમલા દરમિયાન મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાથી સોસાયટીમાં દહેશત અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.પોલીસ કાર્યવાહી અને ધરપકડ

ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપી યુવકને અટક કરી તેની પૂછપરછ શરૂ કરી છે. પોલીસ દ્વારા હુમલાના કારણો તેમજ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, ડોગને લઈને અગાઉ પણ સોસાયટીમાં નાના-મોટા વિવાદ થતા રહ્યા હતા. જોકે આ વખતે વાત એટલી વધી ગઈ કે મામલો હિંસક બની ગયો. હાલ પોલીસે ઇજાગ્રસ્ત મહિલાના નિવેદન આધારે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now