બોલિવૂડની 'બોલ્ડ એન્ડ બ્યુટિફુલ' એક્ટ્રેસ દિશા પટણી હાલમાં તેની ફિલ્મો કરતાં વધુ તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. ટાઈગર શ્રોફ સાથેના બ્રેકઅપ બાદ દિશાનું નામ સતત પંજાબી સિંગર તલવિંદર સિંહ સિદ્ધુ સાથે જોડાઈ રહ્યું છે. અત્યાર સુધી તલવિંદર જ્યારે પણ પબ્લિક પ્લેસ પર જોવા મળતો, ત્યારે તે હંમેશા ફેસ માસ્ક પહેરીને પોતાનો ચહેરો છુપાવતો હતો. જેના કારણે ચાહકોમાં તેના ચહેરાને લઈને ભારે ઉત્સુકતા હતી. પરંતુ હવે દિશાના આ 'રૂમર્ડ બોયફ્રેન્ડ'નો ચહેરો દુનિયા સામે આવી ગયો છે. એક વાયરલ વીડિયોમાં તલવિંદરનો ચહેરો રિવિલ થતા જ સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનું પૂર આવ્યું છે. ફેન્સ તેના લૂક્સના વખાણ કરતા થાકી રહ્યા નથી.
ટીવી એક્ટરની એક ભૂલ અને તલવિંદરનો ચહેરો થયો રિવિલ!
દિશા પટણીના કથિત બોયફ્રેન્ડ તલવિંદરનો ચહેરો આકસ્મિક રીતે સામે આવ્યો છે. વાસ્તવમાં, ટીવી એક્ટર મોહસિન ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ઝારા ખાન સાથે લિપ-સિંક કરતો જોવા મળે છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં તલવિંદર તેના મિત્રો સાથે ઉભેલો દેખાય છે. ખાસ વાત એ છે કે અહીં તેણે કોઈ માસ્ક પહેર્યું નહોતું, જેના કારણે તેનો ચહેરો એકદમ સાફ દેખાઈ રહ્યો છે.
ફેન્સ થયા ક્લિન બોલ્ડ: "આટલો હેન્ડસમ છે તલવિંદર?"
વીડિયો વાયરલ થતાની સાથે જ ચાહકોએ તલવિંદરના લૂક્સ પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે.
એક યૂઝરે લખ્યું, "ભાઈ, આ તો બહુ જ હેન્ડસમ છે, દિશાની પસંદ એકદમ સાચી છે!"
બીજા એક ફેને કોમેન્ટ કરી, "મારે તેનો ચહેરો જોવાની બહુ ઈચ્છા હતી, આખરે આજે જોઈ લીધો."
ઘણા લોકો તેને દિશા પટણી માટે એકદમ પરફેક્ટ મેચ ગણાવી રહ્યા છે.
શું રિલેશનશિપ થઈ ગઈ છે ઓફિશિયલ?
તાજેતરમાં જ દિશા અને તલવિંદરનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં બંને એકબીજાનો હાથ પકડીને ચાલતા જોવા મળ્યા હતા. આ વીડિયો કૃતિ સેનનની બહેન નૂપુર સેનનના લગ્ન દરમિયાનનો હતો. આ પછી અનેક જગ્યાએ બંને સાથે સ્પોટ થયા છે. જોકે, હજુ સુધી દિશા કે તલવિંદર બંનેમાંથી કોઈએ પણ તેમના સંબંધો વિશે સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ ફેન્સ માની રહ્યા છે કે હવે કંઈ છુપાવવા જેવું રહ્યું નથી.
કોણ છે તલવિંદર સિંહ સિદ્ધુ?
તલવિંદર એક જાણીતો પંજાબી સિંગર અને મ્યુઝિક આર્ટિસ્ટ છે. દિશા પટણી કરતા તે ઉંમરમાં આશરે 5 વર્ષ નાનો હોવાનું કહેવાય છે. તેના યુનિક મ્યુઝિક અને હવે તેના હેન્ડસમ લૂક્સને કારણે તે સોશિયલ મીડિયા પર ઘણો પોપ્યુલર થઈ રહ્યો છે.




















