Home Sports Disha Patani After Now Sara Ali Khan Will Dance She Is Going To Perform In This Match

આ મેચમાં કરશે પરફોર્મ! : દિશા પટણી બાદ હવે બોલિવુડની આ અભિનેત્રી લગાવશે ઠુમકા

આ મેચમાં કરશે પરફોર્મ!
Published by: OBS Bureau
Last Updated: Mar 28, 2025, 02:33 PM IST

IPL 2025: IPL 2025ની ધૂમ ધડાકા ચાલું છે. ખેલાડીઓ સિવાય બોલિવુડ અભિનેત્રીઓ પણ આ સીઝન પોતાના પરફોર્મેંસથી ચાહકોનું દિલ જીતી રહી છે. IPLના 18 વર્ષ પૂરા થવા પર બોર્ડે તમામ સ્થળોએ ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી દિશા પટણી અને ગાયિકા શ્રેયા ઘોષાલે KKR vs RCB વચ્ચે રમાયેલી પ્રથમ મેચમાં પરફોર્મ કર્યું હતું. હવે 30 માર્ચે સારા અલી ખાન પોતાના અભિનયથી બધાના દિલ જીતવા જઈ રહી છે, જેની જાહેરાત કરવામાં આવી છે.

સારા અલી ખાન લગાવશે ઠુમકા
30 માર્ચે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાશે. આ મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે, જે રાજસ્થાનનું હોમ ગ્રાઉન્ડ પણ છે. સારા અલી ખાન આ મેચમાં પરફોર્મ કરવા જઈ રહી છે. આઈપીએલના જ ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આની જાહેરાત કરવામાં આવી છે.

પ્રથમ મેચમાં બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાને પરફોર્મ કર્યું હતું. તેની સાથે વિરાટ કોહલી અને રિંકુ સિંહે પણ ડાન્સ કર્યો હતો. સારા અલી ખાનની વાત કરીએ તો તેણે કેદારનાથ, સિમ્બા, લવ આજ કલ 2 અને સ્કાય ફોર્સ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

કડક મુકાબલાની આશા
IPL 2025માં CSKએ પોતાના પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સાથે રમી હતી. આ મેચમાં CSKએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને જીતીને તેને 2 પોઈન્ટ પણ મળ્યા હતા. CSK પોતાની બીજી મેચ 28 માર્ચે RCB સામે રમશે. રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો ટીમને અત્યાર સુધી રમાયેલી 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાનને પહેલી મેચ હૈદરાબાદ સામે હારવી પડી હતી. બીજી મેચમાં KKRએ રાજસ્થાનને હરાવ્યું હતું. હવે રાજસ્થાનનો લિટમસ ટેસ્ટ 30મી માર્ચે થવા જઈ રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now