Home Health-lifestyle Diabetes Causes Symptoms Best Fruits To Eat Expert Advice

શિયાળામાં જરૂર ખાવો આ 7 ફળો : ડાયાબિટીસ કંટ્રોલ કરવાની સાથે થશે અનેક ફાયદા

શિયાળામાં જરૂર ખાવો આ 7 ફળો
Published by: OBS Bureau
Last Updated: Dec 16, 2024, 08:22 AM IST

ડાયાબિટીસ માટે ફળો: સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. એવામાં ફળો પણ આપણા આહારનો મહત્વનો ભાગ છે, પણ શું ડાયાબિટીસના દર્દીઓએ પણ તમામ પ્રકારના ફળો ખાવા જોઈએ? ચાલો આ વિશે જાણીએ.

ડાયાબિટીસમાં ખાવા લાયક ફળો: ડાયાબિટીસ એક ગંભીર બિમારી છે, જે જીવનશૈલીના પ્રભાવને કારણે થાય છે. તેને સાયલન્ટ કિલર ડિસીઝના નામથી પણ ઓળખવામાં આવે છે. જેનાથી બચવા સુગરને નિયંત્રિત કરવું ખૂબ અનિવાર્ય છે, તો સુગરને કંટ્રોલ કરવા માટે આપણે આપણા આહારનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. મોટા ભાગે સુગરના દર્દીઓને ફળ ખાવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા પણ ફળો છે જે ડાયાબિટીસના દર્દીઓએ અચૂક ખાવા જોઈએ. જેને લઈને ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયન સુમન અગ્રવાલ દ્વારા ક્યાં પ્રકારના હેલ્ધી ફ્રુટ્સ ખાવા જોઈએ તે અંગેની માહિતી આપવામાં આવી છે.

ન્યુટ્રિશનિસ્ટ્સ કેવા ફળો ખાવાની સલાહ આપે છે?
સફરજન : સફરજનમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, ખાસ કરીને પેક્ટીન નામનું ફાઈબર મળી આવે છે, જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વધુમાં, સફરજન એન્ટીઑકિસડન્ટ અને વિટામિન Cનો સ્ત્રોત છે, જે શરીરને સ્વસ્થ રાખે છે. સફરજનમાં ઓછી કેલરી હોય છે સાથે જ તે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.

નાશપાતી : નાશપતીમાં પણ ફાઈબરનું પ્રમાણ ભરપૂર હોય છે. તેમાં રહેલા ઉત્સેચકો પાચનતંત્રને મજબૂત બનાવે છે. નાશપતી કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે અને તેના ઓછા ગ્લાયસેમિક ઇન્ડેક્સને કારણે તેને ખાવાથી પણ ફાયદો થશે.

દાડમ : દાડમ પણ એક એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ફળ છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખાવું ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે.

જામફળ : જામફળમાં ફાઈબર, વિટામિન C, પોટેશિયમ અને આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ફળ ખાવું ખૂબ જ ફાયદાકારક છે. તેમાં સુગર કંટ્રોલિંગ ગુણ જોવા મળે છે.

ચેરી : ચેરી પણ ઓછી કેલરી અને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફળ છે, જેને ડાયાબિટીસના દર્દીઓ ખાઈ શકે છે. ડાયાબિટીસની સાથે ચેરી હૃદય રોગ અને કેન્સર જેવી બીમારીઓમાં પણ ફાયદાકારક છે.

સ્ટ્રોબેરી : સ્ટ્રોબેરીમાં પણ ખૂબ ઓછા પ્રમાણમાં સુગર અને વધુ એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તે ઈન્સ્યુલિનના સ્તરને સુધારવામાં મદદ કરે છે. તેમાં ફાઈબર પણ હોય છે, જે બ્લડ સુગર લેવલને સ્થિર રાખે છે.

નારંગી : આ ફળમાં વિટામિન C, ફાઈબર અને ફ્લેવોનોઈડ્સ હોય છે, જે ઈન્સ્યુલિનના સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે. તે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે. ધ્યાનમાં રાખો, તમારે નારંગીને ફળ તરીકે જ ખાવું જોઈએ.


Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. OFFBeat Stories આની પુષ્ટિ કરતું નથી.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now