Home Entertainment Dhurandhars Stormy Earnings Overtaking Animal To Enter The All Time Top 10

'Dhurandhar' ની તોફાની કમાણી : માત્ર 17 દિવસમાં 'Animal'ને પછાડી ઓલટાઇમ ટોપ-10માં એન્ટ્રી!

'Dhurandhar' ની તોફાની કમાણી
Published by: OBS Bureau
Last Updated: Dec 22, 2025, 04:26 AM IST

Dhurandhar Box Office: આદિત્ય ધારની ડિરેક્ટરિયલ અને રણવીર સિંહની પાવરપેક્ડ એક્ટિંગવાળી ફિલ્મ 'Dhurandhar' બોક્સ ઓફિસ પર તહેલકો મચાવી રહી છે. રિલીઝના માત્ર 17 દિવસમાં ફિલ્મે નવો રેકોર્ડ બનાવ્યો છે અને ભારતીય સિનેમાની ઓલટાઇમ ટોપ-10 હાઇએસ્ટ ગ્રોસર્સની યાદીમાં પ્રવેશ કરી લીધો છે. આ સાથે જ રણબીર કપૂરની સુપરહિટ ફિલ્મ એનિમલ (લાઇફટાઇમ કલેક્શન ₹553 કરોડ)ને લિસ્ટમાંથી બહાર કરી દીધી છે.

'Dhurandhar' નું ભારતીય નેટ કલેક્શન ₹555.7 કરોડને પાર

સેકનિલ્કના ડેટા અનુસાર, રવિવારની કમાણી સાથે 'Dhurandhar' નું ભારતીય નેટ કલેક્શન ₹555.7 કરોડને પાર પહોંચી ગયું છે. આ સિદ્ધિ સાથે ફિલ્મે 2025ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મનું સ્થાન પણ મેળવી લીધું છે, અને આગામી દિવસોમાં છાવા (₹601.54 કરોડ)ને પણ વટાવી જવાની અપેક્ષા છે.

ભારતની ઓલટાઇમ ટોપ-10 હાઇએસ્ટ ગ્રોસર્સ (નેટ કલેક્શન):

પુષ્પા 2: ધ રૂલ (2024) - ₹1234.1 કરોડ

બાહુબલી 2: ધ કન્ક્લુઝન (2017) - ₹1030.42 કરોડ

KGF: ચેપ્ટર 2 (2022) - ₹859.7 કરોડ

RRR (2022) - ₹782.2 કરોડ

કલ્કી 2898 AD (2024) - ₹646.31 કરોડ

જવાન (2023) - ₹640.25 કરોડ

કાંતારા: અ લેજેન્ડ ચેપ્ટર 1 (2025) - ₹622.42 કરોડ

છાવા (2025) - ₹601.54 કરોડ

સ્ત્રી 2 (2024) - ₹597.99 કરોડ

ધુરંધર (2025) - ₹555.7 કરોડ

'Dhurandhar' નું વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન પણ ₹836.75 કરોડને પાર

આ સફળતા વચ્ચે નોંધનીય છે કે ધુરંધરનું વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન પણ ₹836.75 કરોડને પાર કરી ગયું છે, જ્યારે સમાન તારીખે રિલીઝ થયેલી કપિલ શર્માની કિસ કિસ કો પ્યાર કરું 2 માત્ર ₹14.9 કરોડ (વર્લ્ડવાઇડ) જ કમાણી કરી શકી છે. એનિમલના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ પણ ધુરંધરની સફળતા પર પ્રતિક્રિયા આપી છે અને રણવીર સિંહના પાત્રને વખાણ્યું છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હજુ પણ મજબૂત છે અને વધુ રેકોર્ડ તોડવા તૈયાર દેખાય છે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now