Home Entertainment Dhurandhar Teaser Released In Theatres On January 23 Along With Border 2 Fans To Get Aditya Dhars Special End Credit Surprise

રણવીરના ધુરંધર 2નું ટીઝર બોર્ડર 2 સાથે થશે અટેચ : 23 જાન્યુઆરીએ ફેન્સને મળશે આદિત્ય ધરનું સ્પેશિયલ એન્ડ-ક્રેડિટ સરપ્રાઈઝ

રણવીરના ધુરંધર 2નું ટીઝર બોર્ડર 2 સાથે થશે અટેચ
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2026, 08:44 AM IST

રણવીર સિંહ સ્ટારર 'ધુરંધર'ની સફળતા પછી ફેન્સ 19 માર્ચ 2026ના રોજ રિલીઝ થનારા 'ધુરંધર 2'ની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મે વર્લ્ડવાઈડ 1300 કરોડનો આંકડો પાર કરીને બોક્સ ઓફિસ પર તબાહી મચાવી છે અને 45 દિવસ પછી પણ તેની કમાણી થમી નથી. હવે ફેન્સ માટે મોટી ખુશખબરી છે – 23 જાન્યુઆરી 2026થી ધુરંધર 2નો ટીઝર સિનેમાઘરોમાં રિલીઝ થશે! આ ટીઝર સની દેઓલની 'બોર્ડર 2' સાથે એન્ડ-ક્રેડિટ સિક્વન્સ તરીકે જોડાશે. ડિરેક્ટર આદિત્ય ધરે ખાસ આ ટીઝર માટે એન્ડ-ક્રેડિટને રી-એડિટ કર્યું છે. ટ્રેલર ફેબ્રુઆરીના અંતમાં રિલીઝ થશે, જ્યારે ફિલ્મ 19 માર્ચે ઈદ પર રિલીઝ થશે. આ સાથે ધુરંધર 2 યશની 'ટોક્સિક' સાથે 2026ની સૌથી મોટી બોક્સ ઓફિસ ભીડંતમાં સામેલ થશે.

ધુરંધર 2ના ફેન્સ માટે સુપર ગુડન્યૂઝ

બોલિવુડ હંગામાના અહેવાલ મુજબ, 23 જાન્યુઆરીથી 'બોર્ડર 2' સાથે ધુરંધર 2નો નવો ટીઝર થિયેટર્સમાં અટેચ થશે. આદિત્ય ધરે ખાસ આ ટીઝર માટે એન્ડ-ક્રેડિટ સિક્વન્સને રી-એડિટ કર્યું છે, જેમાં નવા વિઝ્યુઅલ્સ અને રિલીઝ ડેટની પુષ્ટિ કરવામાં આવશે. આ ટીઝરનો મુખ્ય હેતુ થિયેટરમાં બેઠેલા દર્શકોના દિમાગમાં રિલીઝ ડેટને ફરીથી ફિક્સ કરવાનો છે. ટીઝર થિયેટર્સમાં રિલીઝ થયા બાદ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ રિલીઝ કરવામાં આવશે.

બોર્ડર 2 અને ધુરંધર 2ની જોડી – દેશભક્તિ સિનેમાની મોટી ડિમાન્ડ

બંને ફિલ્મો દેશભક્તિ અને નેશનલ પ્રાઈડની થીમ પર આધારિત છે. જીઓ સ્ટુડિયોઝની ટીમ 'દેશભક્તિ સિનેમા'ની વધતી માંગને ભુનાવવા માગે છે. બોર્ડર 2માં સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મના ગીતો ઈન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહ્યા છે અને 'સંદેશે આતે હૈ...' જેવા ગીતોએ ફેન્સની આંખો ભીની કરી દીધી છે. બોર્ડર 2 એક ઈમોશનલ પ્રોજેક્ટ છે અને તેની રિલીઝથી ધુરંધર 2ના દર્શકોમાં વિભાજન થઈ શકે છે.

ધુરંધર 2 vs ટોક્સિક – 2026ની સૌથી મોટી બોક્સ ઓફિસ ભીડં

તધુરંધર 2 19 માર્ચ 2026 (ઈદ) પર રિલીઝ થશે, જ્યારે યશની 'ટોક્સિક' પણ આ જ અવધિમાં આવશે. શરૂઆતમાં ફેન્સને લાગતું હતું કે ધુરંધર 2ની રિલીઝ ડેટ શિફ્ટ થશે, પરંતુ ડિરેક્ટર આદિત્ય ધરે સ્પષ્ટ કર્યું છે કે તેમની ફિલ્મ પોસ્ટપોન નહીં થાય. બંને ફિલ્મો પ્રોમિસિંગ છે અને આ ક્લેશ 2026ની સૌથી મોટી બોક્સ ઓફિસ લડાઈ બનવાની છે. ધુરંધર 2ના ફેન્સ માટે આ ટીઝર એક મોટી ભેટ છે, જે રિલીઝની ઉત્સુકતાને વધુ વધારશે. 23 જાન્યુઆરીએ થિયેટર્સમાં 'બોર્ડર 2' જોનારા દર્શકોને ધુરંધર 2ની પહેલી ઝલક જોવા મળશે – આ એક સરપ્રાઈઝ રહેશે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now