Home Entertainment Dhurandhar Movie Controversy Legal Notice Chaudhary Aslam Wife

ફિલ્મ 'Dhurandhar' ને લઈને મોટો વિવાદ : એસપી ચૌધરી અસલમની પત્નીએ મોકલી કાયદેસરની નોટિસ

Big controversy regarding the film 'Dhurandhar'
Published by: Vaishnavi Pathak
Last Updated: Apr 20, 2026, 09:13 AM IST

બોલિવૂડના જાણીતા દિગ્દર્શક આદિત્ય ધરની નવી ફિલ્મ 'ધુરંધર: ધ રિવેન્જ' (Dhurandhar) બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, પરંતુ બીજી તરફ આ ફિલ્મ ગંભીર કાયદેસરના વિવાદમાં ફસાઈ છે. પાકિસ્તાનના કરાચીના પૂર્વ જાંબાઝ પોલીસ ઓફિસર ચૌધરી અસલમ ખાનની પત્ની નૌરીન અસલમે ફિલ્મમાં તેમના પતિના ખોટા ચિત્રણ બદલ મેકર્સને નોટિસ મોકલી છે.

ચિત્રણ સામે ગંભીર વાંધો

ફિલ્મમાં સંજય દત્ત દ્વારા ભજવવામાં આવેલ એસપી ચૌધરી અસલમનું પાત્ર વિવાદનું કેન્દ્ર બન્યું છે. નૌરીન અસલમનો આક્ષેપ છે કે ફિલ્મમાં તેમના પતિને "શેતાન અને જિન્નની ઓલાદ" જેવા શબ્દોથી સંબોધવામાં આવ્યા છે, જે અત્યંત અપમાનજનક છે. તેમના મતે, આ પ્રકારના શબ્દો માત્ર અસલમ ખાન જ નહીં પરંતુ તેમના પરિવારની ગરિમાને પણ ઠેસ પહોંચાડે છે.

આ પણ વાંચો: AAP સાથે ડખો પડ્યાં બાદ રાઘવ ચઢ્ઢાની નવી તસવીરો આવી સામે | ધુરંધરના 'SP ચૌધરી અસલમ' સાથે શું કરી રહ્યાં છે AAPના સાંસદ? શું કંઈ નવાજૂનીનો પ્લાન છે? | Offbeat Stories

25 કરોડની વળતરની માંગ

મળતી માહિતી મુજબ, નૌરીને દુબઈની કોર્ટ મારફતે આદિત્ય ધર અને ફિલ્મની પ્રોડક્શન ટીમને કાયદેસરની નોટિસ ફટકારી છે. આ નોટિસમાં તેમણે 25 કરોડ રૂપિયાની માનહાનિની માંગ કરી છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે જો ફિલ્મમાંથી વાંધાજનક દ્રશ્યો કે સંવાદો દૂર કરવામાં નહીં આવે, તો તેઓ વધુ કડક કાયદેસરના પગલાં લેશે.

અગાઉ પણ વિવાદોમાં રહી છે ફિલ્મ

ઉલ્લેખનીય છે કે 'ધુરંધર' ફિલ્મ તેની રિલીઝ પહેલા જ અનેક કારણોસર ચર્ચામાં હતી. આ ફિલ્મમાં રણવીર સિંહ, આર. માધવન અને અર્જુન રામપાલ જેવા મોટા કલાકારો પણ છે. અગાઉ આ જ ફિલ્મ સામે અન્ય એક ફિલ્મમેકરે સ્ક્રિપ્ટ ચોરીનો આક્ષેપ કર્યો હતો અને શીખ સમુદાયે પણ રણવીર સિંહના એક દ્રશ્ય સામે વાંધો ઉઠાવ્યો હતો.

અત્યાર સુધી ફિલ્મના નિર્માતાઓ તરફથી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ નૌરીન અસલમના આ કડક વલણને કારણે ફિલ્મની મુશ્કેલીઓ વધી શકે તેમ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now