Dhurandhar 2: રણવીર સિંહની 'Dhurandhar 2' ચાહકોમાં ભારે ઉત્સાહ જાગવા લાગ્યો છે. પહેલા ભાગની બ્લોકબસ્ટર સફળતા બાદ આ સિક્વલ માટે અપેક્ષાઓ આકાશને આંબી રહી છે. તાજેતરના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર પ્રથમ અઠવાડિયામાં, ખાસ કરીને 5 માર્ચ આસપાસ રિલીઝ થવાની શક્યતા છે. આ વાત Pinkvilla સહિત અનેક વિશ્વસનીય સ્ત્રોતોમાંથી સામે આવી છે, જોકે હજુ સુધી ફિલ્મના મેકર્સ તરફથી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ ટ્રેલર રિલીઝ ઈદના તહેવારી સમયગાળા પહેલાં થશે, જેથી ફિલ્મના પ્રમોશનને વેગ મળે અને ચાહકોમાં ઉત્સાહ વધુ વધે.
ફિલ્મ 19 માર્ચે થિયેટર્સમાં રિલીઝ
રણવીર સિંહના 'લ્યારીના કિંગ' એવતાર અને ફિલ્મના ગ્રાન્ડ વિઝ્યુઅલ્સને લઈને ઈન્સાઈડર્સ પહેલેથી જ પ્રભાવિત થઈ ગયા છે.બીજી તરફ, ફિલ્મ 19 માર્ચે થિયેટર્સમાં રિલીઝ થશે, જે દિવસે યશની 'Toxic' પણ રિલીઝ થઈ રહી છે. આ બંને ફિલ્મો વચ્ચે બોક્સ ઓફિસ પર ધમાકેદાર ક્લેશ થવાની શક્યતા છે, જે ઈદ, ગુડી પડવા અને ઉગાડી જેવા તહેવારો સાથે જોડાયેલો છે. 'ટોક્સિક'નું ટીઝર તાજેતરમાં (20 ફેબ્રુઆરીએ) રિલીઝ થયું છે, જેણે ચાહકોમાં ભારે ધમાલ મચાવી છે અને યશના ઇન્ટેન્સ લુકને લઈને ચર્ચાઓ ચાલી રહી છે.
ડિટેક્ટીવ બનવાની વાર્તા
'Dhurandhar'ના પહેલા ભાગની સફળતા, નેટફ્લિક્સ પરની લોકપ્રિયતા અને સોશિયલ મીડિયા પર વાયરલ ગીતોને કારણે ક્રેઝ હજુ પણ ઊંચો છે. આ સિક્વલમાં રણવીરના પાત્ર હમઝાના ભૂતકાળ પર ફોકસ છે, જેમાં ડિટેક્ટીવ બનવાની વાર્તા દર્શાવવામાં આવશે. બંને ફિલ્મો પોતપોતાના ફેન બેઝ સાથે મોટી કમાણી કરી શકે છે, પરંતુ આ ક્લેશ ભારતીય સિનેમાના એક મોટા બોક્સ ઓફિસ યુદ્ધ તરીકે યાદ રહેશે. હવે રાહ જોવાની છે કે ટ્રેલરની સત્તાવાર જાહેરાત ક્યારે થાય છે અને 19 માર્ચે કઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર રાજ કરે છે!




















