Home Entertainment Dhurandhar 2 Box Office Collection Day 6 Ranveer Singh History Created In 6 Days Animal Secret Superstar

બોક્સ ઓફિસ પર રણવીરનું રાજ : 'ધુરંધર 2' એ 6 દિવસમાં રચ્યો ઈતિહાસ, 'એનિમલ' અને 'સિક્રેટ સુપરસ્ટાર'ને પાછળ છોડી, હવે 'પુષ્પા 2' ના ટાર્ગેટ પર

બોક્સ ઓફિસ પર રણવીરનું રાજ
Published by: Nirali Gohil
| Last Updated: Mar 25, 2026, 05:21 AM IST

Dhurandhar 2 Box Office: રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 'ધુરંધર: ધ રિવેન્જ' એટલે કે 'ધુરંધર 2' બોક્સ ઓફિસ પર સુનામી બનીને ત્રાટકી છે. આ ફિલ્મે રિલીઝના માત્ર છ જ દિવસમાં વિશ્વભરમાં કમાણીના નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. ટ્રેડ વેબસાઈટ સેકનિલ્કના અહેવાલ અનુસાર, ફિલ્મે છઠ્ઠા દિવસે એટલે કે મંગળવારે ભારતમાં રૂ.56.55 કરોડનું શાનદાર નેટ કલેક્શન કર્યું છે. આ સાથે જ ફિલ્મની કુલ વૈશ્વિક કમાણી રૂ.919 કરોડના આંકડાને સ્પર્શી ગઈ છે. 'ધુરંધર 2' એ સૌથી ઝડપી રૂ.900 કરોડ કમાવવાના મામલે અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' ની બરાબરી કરી લીધી છે.

ફિલ્મની આ સફળતા માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી, પરંતુ ઓવરસીઝ માર્કેટમાં પણ રણવીર સિંહનો જાદુ ચાલ્યો છે. વિદેશી બજારોમાં ફિલ્મે અત્યાર સુધીમાં રૂ.231.57 કરોડની કમાણી કરી છે. ભારતમાં ફિલ્મનું કુલ ગ્રોસ કલેક્શન રૂ.687.43 કરોડ પર પહોંચ્યું છે. નોંધનીય છે કે આ ફિલ્મે બોલીવુડના દિગ્ગજ કલાકારો રણબીર કપૂરની 'એનિમલ' (રૂ.915 કરોડ) અને આમીર ખાનની 'સિક્રેટ સુપરસ્ટાર' (રૂ.912.75 કરોડ) ના લાઈફટાઈમ વર્લ્ડવાઈડ કલેક્શનના રેકોર્ડને માત્ર 6 દિવસમાં જ ધ્વસ્ત કરી દીધા છે.

'પુષ્પા 2' ની બરાબરી અને કલેક્શનનું ગણિત

સૌથી ઝડપી રૂ.900 કરોડની ક્લબમાં સામેલ થવા માટે 'પુષ્પા 2' અને 'ધુરંધર 2' બંનેએ 6 દિવસનો સમય લીધો છે. જોકે, છ દિવસની કુલ કમાણીના મામલે 'પુષ્પા 2' (રૂ.951.32 કરોડ) હજુ પણ થોડી આગળ છે. 'ધુરંધર 2' ના ભારતીય કલેક્શનની વાત કરીએ તો રવિવારે ફિલ્મે સૌથી વધુ રૂ.114.85 કરોડની કમાણી કરી હતી. સોમવાર અને મંગળવારે વર્કિંગ ડે હોવા છતાં ફિલ્મનું કલેક્શન રૂ.50 કરોડથી ઉપર જળવાઈ રહ્યું છે, જે તેની મજબૂત પકડ દર્શાવે છે.

ભારતમાં 6 દિવસનું નેટ કલેક્શન (ટેબલ)

દિવસ

કમાણી (નેટ)

પેઇડ પ્રિવ્યૂ શો

રૂ.43.00 કરોડ

ગુરુવાર (ઓપનિંગ)

રૂ.102.55 કરોડ

શુક્રવાર

રૂ.80.72 કરોડ

શનિવાર

રૂ.113.00 કરોડ

રવિવાર

રૂ.114.85 કરોડ

સોમવાર

રૂ.65.00 કરોડ

મંગળવાર

રૂ.56.55 કરોડ

કુલ (6 દિવસ)

રૂ.575.67 કરોડ

પ્રાદેશિક ભાષાઓમાં પણ સારો પ્રતિસાદ

ફિલ્મના હિન્દી વર્ઝને છઠ્ઠા દિવસે રૂ.52 કરોડની કમાણી કરી છે, જે કુલ કલેક્શનનો મોટો હિસ્સો છે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં પણ ફિલ્મને આવકાર મળ્યો છે. તેલુગુમાં રૂ.3.10 કરોડ, તમિલમાં રૂ.1.10 કરોડ અને મલયાલમ-કન્નડમાં મળીને આશરે રૂ.35 લાખનું કલેક્શન થયું છે. 'ધુરંધર' ના પહેલા ભાગે વિશ્વભરમાં રૂ.1,307 કરોડની કમાણી કરી હતી, અને બીજા ભાગની ગતિ જોતા લાગે છે કે તે ટૂંક સમયમાં જ રૂ.1,500 કરોડનો આંકડો વટાવી જશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Stuart Binny ના હોત તો ના બન્યું હોત "Dhurandhar!": ફિલ્મની સફળતા વચ્ચે સામે આવ્યું ધુરંધરનું ક્રિકેટ સાથે ખાસ કનેક્શન

Stuart Binny ના હોત તો ના બન્યું હોત "Dhurandhar!"

ડાયમિથાઇલ મર્ક્યુરી...: શું ધુરંધર-2માં ઉલ્લેખિત 'સ્લો પોઈઝન' ખરેખર અસલી છે? જાણો દુનિયાના સૌથી ખતરનાક ઝેર ડાયમિથાઇલ મર્ક્યુરી પાછળનું સત્ય

ડાયમિથાઇલ મર્ક્યુરી...

રણવીર સિંહની 'Dhurandhar 2'એ રચ્યો ઇતિહાસ!: માત્ર 5 દિવસમાં જ તોડી નાખ્યા 'Pushpa 2' અને 'Ghadar 2'ના રેકોર્ડ

રણવીર સિંહની 'Dhurandhar 2'એ રચ્યો ઇતિહાસ!

Dhurandhar 2 Box Office: 'ધુરંધર 2' માટે કેવો રહ્યો સોમવાર ? રણવીરની ફિલ્મે પાંચમા દિવસે કેટલુ ક્લેક્શન કર્યું?

Dhurandhar 2 Box Office