Dhurandhar 2: યશની ટોક્સિકની રિલીઝ જૂન 4 સુધી મુલતવી રહેવાથી બદલાયું સમીકરણ, માર્ચ 19, 2026ના રોજ સિનેમાઘરોમાં બે મોટી ફિલ્મોની એન્ટ્રી થઈ રહી છે, જે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે. રણવીર સિંહની 'Dhurandhar 2' અને આંધ્રપ્રદેશના Dy CM તેમજ સુપરસ્ટાર પવન કલ્યાણની 'Ustaad Bhagat Singh' એક જ તારીખે રિલીઝ થશે. મૂળ યોજના મુજબ 'Toxic' (Yash-starrer) 19 માર્ચે ધુરંધર 2 સાથે ટકરાવાની હતી, પરંતુ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે તેની રિલીઝને 4 જૂન 2026 સુધી ખસેડી દેવામાં આવી છે. આનાથી ખાલી પડેલી જગ્યા ભરવા માટે ઉસ્તાદ ભગત સિંહના નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ તારીખને મૂળ 26 માર્ચથી આગળ ખસેડીને 19 માર્ચ કરી દીધી છે.
બંને ફિલ્મોને મોટી ઓડિયન્સ મળી શકે
આ તારીખ ઉગાડી, ઈદ અને ગુડી પડવા જેવા તહેવારો સાથે જોડાયેલી છે, જેનાથી બંને ફિલ્મોને મોટી ઓડિયન્સ મળી શકે છે. ધુરંધર 2 એક પાન-ઈન્ડિયા એક્શન થ્રિલર છે, જે હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમમાં પણ રિલીઝ થશે. ડિરેક્ટર અદિત્ય ધરની આ ફિલ્મમાં રણવીર સિંહનું ધમાકેદાર અવતાર જોવા મળશે.
રિલીઝ થયેલું ટ્રેલર ફેન્સમાં ખૂબ લોકપ્રિય
બીજી તરફ ઉસ્તાદ ભગત સિંહમાં પવન કલ્યાણ માસ એન્ટરટેઈનર રોલમાં છે. હરીશ શંકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં શ્રીલીલા અને અન્ય કલાકારો પણ છે. તાજેતરમાં રિલીઝ થયેલું ટ્રેલર ફેન્સમાં ખૂબ લોકપ્રિય થયું છે. હવે જોવાનું રહેશે કે બોક્સ ઓફિસની આ રેસમાં કઈ ફિલ્મ આગળ નીકળે છે – રણવીરનું એક્શન પેક્ડ રિવેન્જ અથવા પવન કલ્યાણનું માસ એન્ટરટેઈનમેન્ટ! આ તહેવારી સીઝનમાં સિનેમા હોલમાં ધમાકો નક્કી છે!




















