Home Gujarat Deadly Attack Over Old Enmity And Love Affair

જૂની અદાવત અને પ્રેમ પ્રકરણને લઈ જીવલેણ હુમલો : યુવકને પાઇપ, ધોકા જેવા હથિયારોથી માર્યો ઢોર માર

જૂની અદાવત અને પ્રેમ પ્રકરણને લઈ જીવલેણ હુમલો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 05, 2025, 07:54 AM IST

જામનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં એક યુવકને ઘરમાંથી બહાર કાઢીને માર્યો હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ બચાવવા પડેલા યુવકના પરિવારના લોકોને પણ માર માર્યો છે. જૂની અદાવતમાં અજાણ્યા લોકોએ બાઈની વાડી વિસ્તારમાં યુવકને માર માર્યા છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

જૂની અદાવત અને પ્રેમ પ્રકરણને લઈ જીવલેણ હુમલો

આરોપીઓએ યુવાનને ઘરમાંથી બહાર કાઢી જાહેરમાં માર માર્યો છે. આ સાથે યુવાનને માર મારવામાં આવતા બચાવવા પડેલા યુવાનના પરિવારજનોને પણ આરોપીઓ માર માર્યો છે. પાઇપ, ધોકા જેવા હથિયારો સાથે 5 જેટલાં શખ્સો યુવાન પર તૂટી પડી માર મારવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

યુવકને પાઇપ, ધોકા જેવા હથિયારોથી માર્યો ઢોર માર

પ્રાથમિક તપાસમાં યુવકને જૂની અદાવત તથા પ્રેમ પ્રકરણમાં માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. CCTVમાં જોઈ શકાય છે કે પાંચ જેટલા લોકો એક યુવકને ઢોર માર મારી રહ્યા છે. તેવામાં યુવકને બચાવવા તેમાના પરિવાર આવતા તેમને પણ લાફા માર્યા છે. આ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now