Home Gujarat Daytime Robbery In Pipodara Surat

સુરતના પીપોદરામાં ધોળા દિવસે લૂંટ! : યુવતી પર છરીથી હુમલો, ગળાના ભાગે 40 ટાંકા આવ્યા

સુરતના પીપોદરામાં ધોળા દિવસે લૂંટ!
Published by: OBS Bureau
Last Updated: Feb 19, 2026, 12:34 PM IST

સુરત શહેરના પીપોદરા વિસ્તારમાં લૂંટનો હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં આઈફોન માટે યુવતી પર છરીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. માહિતી મુજબ પીપોદરા વિસ્તારમાં બે સ્નેચરો છેલ્લા કેટલાક સમયથી ત્રાસ મચાવી રહ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ યુવતીને નિશાન બનાવી તેના ગળા પર છરીથી વાર કર્યો અને આઈફોન તથા સોનાની નથ લૂંટવાનો પ્રયાસ કર્યો.

યુવતીના ગળે 40 ટાંકા આવ્યા

હુમલો એટલો ગંભીર હતો કે યુવતીના ગળા પર ત્રણ લેયરમાં કુલ 40 ટાંકા લેવા પડ્યા હતા. લોહીલુહાણ હાલતમાં હોવા છતાં યુવતીએ અસાધારણ હિંમત દેખાડી અને એક આરોપીને પકડી રાખ્યો. આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા અને પકડાયેલા આરોપીને પોલીસના હવાલે કર્યો. જોકે બીજો આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો અને તેને ઝડપવા માટે પોલીસ દ્વારા શોધખોળ તેજ કરવામાં આવી છે.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

આ બનાવને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે અને વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે તેમજ ફરાર આરોપીની ધરપકડ માટે ખાસ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now