Home Gujarat Date For Filling Forms For Class 10 12 Board Exams Extended

ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ : વધુ બે દિવસ અપાયા, જાણો અંતિમ તારીખ

ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ
Published by: OBS Bureau
Last Updated: Dec 22, 2025, 01:43 PM IST

ધોરણ-10, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ તેમજ ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત માધ્યમ માટે ફેબ્રુઆરી-માર્ચ-2026 ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો લેઇટ ફી સાથે ઓનલાઇન ભરવાની અંતિમ તારીખ 22 ડિસેમ્બર હતી જે 2 દિવસ લંબાવવામાં આવી છે તેમજ 24 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે

અગાઉ 22 તારીખ છેલ્લી હતી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, 'ધોરણ-10, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ તેમજ ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમા ધરાવતી રાજયની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યઓ, શિક્ષકઓ, વહીવટી કર્મચારીઓ, શાળાના સંચાલકઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે, ધોરણ-10, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાના ફેબ્રુઆરી-માર્ચ-2026ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો લેઇટ ફી સાથે ઓનલાઇન ભરવાની અંતિમ તારીખ 22/12/2025 હતી. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માટેની આવેદનપત્રો ભરવાની, આવેદનપત્રમાં કોઇપણ પ્રકારના સુધારા કરવાની તથા પ્રિન્સીપાલ એપ્રુવલ કરવાની અંતિમ તારીખ રાબેતા મુજબ તારીખ 22/12/2025 રહેશે.

શાળાઓ દ્વારા બાકી રહેતી ફી 30 ડિસેમ્બર સુધી ભરી શકાશે

વધુમાં જણાવ્યું છે કે, 'ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાના આવેદનપત્રો ભરવાની અંતિમ તારીખ બે(2) દિવસ માટે લંબાવીને તારીખ 24/12/2025 કરવામાં આવે છે. આવેદનપત્રમાં કોઇપણ પ્રકારના સુધારા કરવાના બાકી હોય કે પ્રિન્સીપાલ એપ્રુવલ આપવાનું બાકી હોય તો તે કામગીરી પૂર્ણ કરવાની અંતિમ તારીખ 26/12/2025 ના રોજ રાત્રીના 12:00 કલાક સુધીની રહેશે. શાળાઓ દ્વારા બાકી રહેતી ચૂકવવાની થતી ફી તારીખ 30/12/2025 સુધી ભરી શકાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now