Home Gujarat Daman Polices Operation Midnight

દમણ પોલીસનું ‘ઓપરેશન મિડનાઈટ’ : બિહારનો વોન્ટેડ નક્સલી ડાભેલથી ઝડપાયો

દમણ પોલીસનું ‘ઓપરેશન મિડનાઈટ’
Published by: OBS Bureau
Last Updated: Feb 22, 2026, 02:17 PM IST

દમણ પોલીસને મોટી સફળતા મળી છે. બિહારમાં હત્યા સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ અને નક્સલી સંગઠન સાથે જોડાયેલ મોસ્ટ વોન્ટેડ આરોપી મનોજ હાંસદાને ડાભેલ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. મોડી રાત્રે ચલાવવામાં આવેલા ‘ઓપરેશન મિડનાઈટ’ દરમિયાન પોલીસે અંદાજે 100 જેટલા રૂમોની તપાસ કરી સફળતા મેળવી હતી.

દમણ પોલીસનું ‘ઓપરેશન મિડનાઈટ’

દમણ પોલીસને Sashastra Seema Bal (SSB) તરફથી ચોક્કસ બાતમી મળી હતી કે બિહારના જમુઈ જિલ્લાનો વોન્ટેડ નક્સલી ડાભેલ પોલીસ સ્ટેશનની હદમાં છુપાયો છે. આ માહિતીના આધારે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ, TAC સેલ અને ડાભેલ પોલીસની સંયુક્ત સ્પેશિયલ ટીમ રચવામાં આવી હતી. પોલીસે ડાભેલ વિસ્તારમાં આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. રહેણાંક વિસ્તારો અને ચાલીઓમાં સઘન તપાસ હાથ ધરતાં આશરે 100 રૂમ ચેક કરવામાં આવ્યા હતા. અંતે પોલીસે મનોજ હાંસદાને શોધી કાઢી તેની અટકાયત કરી હતી.

બિહારનો વોન્ટેડ નક્સલી ડાભેલથી ઝડપાયો

પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી વર્ષ 2013થી નક્સલી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. વર્ષ 2025માં બિહારના ચરકાપાથર પોલીસ સ્ટેશનમાં તેની સામે હત્યાનો કેસ (BNS કલમ 103(1)) નોંધાયો હતો. ઉપરાંત આર્મ્સ એક્ટ અને નક્સલી સંગઠન સાથે જોડાયેલી કલમો હેઠળ પણ તેની સામે ગુનાઓ નોંધાયેલા છે. તપાસમાં જાણવા મળ્યું કે મનોજ હાંસદા સુરત અને દમણના ડાભેલ વિસ્તારમાં નામ બદલીને રહેતો હતો. દમણ પોલીસે જરૂરી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટ દ્વારા ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર થતાં બિહાર પોલીસની ટીમ તેને વધુ તપાસ માટે પોતાની સાથે બિહાર લઈ ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now