Home Health-lifestyle Dal Is Better Than Chicken And Mutton

દાલ બનાવશે બલવાન : ચિકન, મટનથી વધુ તાકાતવાળી છે આ ડિશ, વેજિટેરિયન લોકોને આપશે તાકાત...

દાલ બનાવશે બલવાન
Published by: OBS Bureau
Last Updated: Jan 11, 2025, 02:30 AM IST

ફિટનેસ ફિલ્ડમાં ઘણીવાર કહેવામાં આવે છે કે, નોનવેજ ખાવું જરૂરી છે. કારણ કે તેમાંથી પ્રોટીન મળે છે. પરંતુ વેજિટેરિયન તમે હો અને પ્રોટીનની આપૂર્તિ માટે તમે સારો સોર્સ શોધી રહ્યા છો તો તે દાળ છે.આજે અમે તમારા માટે દાળની એવી જ એક રેસિપી લઈને આવ્યા છે, જે ચિકન અને મટનથી પણ વધારે હેલ્ધી છે. એમાં પણ મસૂરની દાલ સૌથી વધારે મહત્વની છે. મસૂરની દાળમાં આયરન, પ્રોટીન, ફાઈબર, મિનરલ અને કાર્બોહાઈડ્રેટ્સ જેવા પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે.

આવી રીતે બનાવો મસૂરની દાળ
મસૂરની દાળ બનાવવા માટે પહેલા દાળને સારી રીતે ધોઈ લો. દાળને કૂકરમાં પાણી સાથે પકાવો, તેમાં મીઠું અને આદુ નાખીને તે નરમ થાય ત્યાં સુધી થવા દો. એક કડાઈમાં તેલ ગરમ કરો, તેમાં જીરું અને તમાલપત્ર ઉમેરો. જ્યારે તે તડતડ થવા લાગે, ટામેટાં ઉમેરો અને તેલ અલગ ન થાય ત્યાં સુધી ફ્રાય કરો. તેમાં લીલું મરચું, ગરમ મસાલો, ધાણા પાવડર અને લાલ મરચું પાવડર નાખીને મિક્સ કરો. હવે આ મિશ્રણમાં દાળ ઉમેરો અને તેને ઉકળવા દો, તેને ધીમી આંચ પર 10 મિનિટ સુધી પકાવો. લીલા ધાણાથી ગાર્નિશ કરો.

મસૂરની દાળના ફાયદા
મસૂરની દાળમાં ફાયબર અને પ્રોટીન સારી માત્રામાં હોય છે. તેમાં કેલેરી ઓછી હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. મસૂરની દાળમાં ફાયબર હોય છે તે ડાયાબિટીસના દર્દીઓને પણ મદદ કરે છે. આ સાથે મસૂરની દાળમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે. જે હાડકાને મજબૂત કરે છે. સાથે તેના એન્ટિઓક્સિડન્ટ પણ સ્કિનને હેલ્ધી રાખે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે, અમે તેની પુષ્ટિ નથી કરતી)

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now