Home Religion Daily Horoscope Aajnu Rashifal Today 16 April 2026 Zodiac Signs Prediction

Horoscope Today : ગુરુવારે કોના પર થશે ધનવર્ષા અને કોણે રહેવું પડશે સાવધાન? વાંચો તમારી રાશિનું ભવિષ્ય

Gujarati Horoscope Today 16 April 2026
Published by: Nirali Gohil
Last Updated: Apr 16, 2026, 06:30 AM IST

Daily Horoscope 2026: આજનો દિવસ એટલે કે 16 એપ્રિલ 2026, ગુરુવાર તમામ 12 રાશિના જાતકો માટે ગ્રહદશાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આજની ગ્રહોની સ્થિતિ કેટલીક રાશિઓ માટે આર્થિક લાભ અને દેવામાંથી રાહત લાવનારી છે, જ્યારે કેટલીક રાશિના જાતકોએ વ્યવહારિક જીવનમાં થોડી સાવચેતી રાખવી પડશે. ખાસ કરીને મેષ અને મિથુન રાશિના જાતકો માટે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો ઉકેલ આવવાના પ્રબળ યોગ બની રહ્યા છે.

આજના દિવસે ચૈત્ર માસની વદ પક્ષની ચૌદસ તિથિ છે અને ચંદ્ર મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આ અવકાશીય ફેરફાર તમારી નોકરી, ધંધો, સ્વાસ્થ્ય અને પારિવારિક સંબંધો પર કેવી અસર કરશે? શું આજે તમારે નવું રોકાણ કરવું જોઈએ કે નહીં? આ તમામ પ્રશ્નોના જવાબ જાણવા માટે વાંચો આજનું રાશિફળ.

આજનું પંચાંગ (16-04-2026)

  • વાર: ગુરુવાર

  • માસ: ચૈત્ર (વદ પક્ષ)

  • તિથિ: ચૌદસ

  • નક્ષત્ર: ઉત્તરભાદ્રપદ

  • યોગ: ઈન્દ્ર (સવારે 10:36 પછી વૈધૃતિ)

  • કરણ: વિષ્ટિ ભદ્રા (સવારે 9:25 પછી શકુની)

  • ચંદ્ર રાશિ: મીન (દ.ચ.ઝ.થ.)

આ પણ વાંચો:Labh Drishti Rajyog : 2 મેથી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, સર્જાશે શક્તિશાળી 'લાભ દ્રષ્ટિ રાજયોગ'!


રાશિ ભવિષ્ય: જાણો તમારી રાશિ વિશે

  • મેષ (અ.લ.ઈ.)

    આજે તમારા ઉત્સાહમાં જબરદસ્ત વધારો જોવા મળશે. લાંબા સમયથી જે આર્થિક બોજ કે દેવું તમને પરેશાન કરી રહ્યું હતું, તેમાં રાહત મળતા મનનો ભાર હળવો થશે. પડકારોનો હિંમતપૂર્વક સામનો કરશો.

  • વૃષભ (બ.વ.ઉ.)

    આજે મિત્રો અને સ્નેહીજનોનો ભરપૂર સહયોગ મળશે. સકારાત્મક વિચારધારા તમને કાર્યક્ષેત્રમાં મોટી સફળતા અપાવી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનતા આજે નવું વાહન ખરીદવાના યોગ છે.

  • મિથુન (ક.છ.ઘ.)

    પારિવારિક વાતાવરણ શાંત અને સુખમય રહેશે. લાંબા સમયથી અટકેલી સમસ્યાઓનું યોગ્ય સમાધાન મળશે. નોકરિયાત વર્ગને મહેનતનું ફળ મળશે, જોકે વેપારમાં સુધારો થોડો ધીમો રહેશે.

  • કર્ત (ડ.હ.)

    આજનો દિવસ તમારા માટે મનવાંછિત ફળ આપનારો રહેશે. સેવાકીય કાર્યોમાં સફળતા મળશે અને શત્રુઓ પર વિજય મેળવશો. નોકરીમાં જે લોકો બદલી ઈચ્છતા હતા, તેમને ઈચ્છિત સ્થળાંતર મળી શકે છે.

  • સિંહ (મ.ટ)

    આવકના નવા સ્ત્રોત ઉભા થશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આજનો સમય ખૂબ જ અનુકૂળ છે. વેપારમાં નવા લોકો સાથેના સંબંધો લાભદાયી નીવડશે, પરંતુ સ્વાસ્થ્ય બાબતે જરા પણ બેદરકારી ન રાખવી.

  • કન્યા (પ.ઠ.ણ.)

    નોકરીમાં પ્રગતિ અને પ્રવાસ માટે આજનો દિવસ ઉત્તમ છે. બેરોજગારોને રોજગારીની નવી તકો મળશે. રોકાયેલા કાર્યોમાં ગતિ આવશે, પરંતુ જોખમી કામો અને જોખમી રોકાણથી દૂર રહેવું હિતાવહ છે.

  • તુલા (ર.ત.)

    આજે તમારે વાણી અને વર્તન પર સંયમ રાખવો પડશે. જીવનસાથી સાથે મતભેદ થવાની શક્યતા છે. વિવાદિત કાર્યોથી દૂર રહેવું અને વેપારમાં કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા સો વાર વિચાર કરવો.

  • વૃશ્ચિક (ન.ય.)

    મિલકત કે જમીનને લગતા કાર્યોમાં સફળતા મળવાના યોગ છે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે અને રોજગારીની નવી તકો મળશે. જોકે, પૈસાની લેવડ-દેવડ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે.

  • ધન (ભ.ધ.ફ.ઢ.)

    આર્થિક દ્રષ્ટિએ દિવસ સારો છે, પરંતુ નવું કરજ લેવાનું ટાળવું જોઈએ. કાનૂની ગૂંચવણો કે કોર્ટ-કચેરીના કામમાં સફળતા મળશે. બહારનું ખાવા-પીવાનું ટાળવું, તબિયત બગડી શકે છે.

  • મકર (ખ.જ.)

    આજે તમારી ધર્મ-કર્મમાં રુચિ વધશે. જમીન-મકાનની લે-વેચમાં સારો નફો થઈ શકે છે. ભાઈ-બહેનો સાથે વૈચારિક મતભેદ થવાની સંભાવના છે. ચાલતી વખતે કે વાહન ચલાવતી વખતે પડવા વાગવાથી સંભાળવું.

  • કુંભ (ગ.શ.સ.ષ.)

    આજે ખરાબ સંગતથી દૂર રહેવું, અન્યથા મુશ્કેલીમાં મુકાઈ શકો છો. વાહન કે મશીનરીના કામમાં સાવચેતી રાખવી. ધંધાકીય બાબતોમાં અણધાર્યો લાભ થઈ શકે છે અને સંતાનો તરફથી પ્રેમ અને ખુશી મળશે.

  • મીન (દ.ચ.ઝ.થ.)

    પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાશે અને નવા સંબંધો બંધાશે. વ્યવસાયમાં મધ્યમ સફળતા મળશે. આળસ છોડીને કામ પર ધ્યાન આપશો તો વધુ લાભ થશે. નવા સંપર્કો ભવિષ્યમાં કામ આવશે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now