Home Sports Ct 2025 Afghan Team Coach Warns After Englan Its Australias Turn

ઈંગ્લેન્ડ બાદ હવે ઓસ્ટ્રેલિયાનો વારો! : અફઘાનિસ્તાન ટીમના કોચની ખુલ્લી ચેતવણી, 'હવે કોઈ ટીમ અમને હળવાશથી લેવાની ભૂલ નહીં કરે'

ઈંગ્લેન્ડ બાદ હવે ઓસ્ટ્રેલિયાનો વારો!
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2025, 04:29 AM IST

Champions Trophy 2025: ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ અફઘાનિસ્તાન ટીમનું મનોબળ ઉંચુ છે. અફઘાનિસ્તાનની ટીમે સેમિફાઇનલ તરફ મજબૂત કદમ આગળ વધારી દીધું છે. જોકે, અફઘાનિસ્તાન ટીમ માટે હજુ પણ રસ્તો એટલો સરળ નથી, પરંતુ ઈંગ્લેન્ડની હાર બાદ હવે ઓસ્ટ્રેલિયન ટીમ અફઘાનિસ્તાનને સહેજ પણ હળવાશથી લેવા માંગશે નહીં. બીજી તરફ ટીમના મુખ્ય કોચ જોનાથન ટ્રોટે પણ ઓસ્ટ્રેલિયા સાથેની મહત્વપૂર્ણ મેચને લઈને પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો છે.

જોનાથન ટ્રોટની ચેતવણી
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ અફઘાનિસ્તાનની ટીમનો આત્મવિશ્વાસ વધી ગયો છે. હવે અફઘાન ટીમની આગામી મહત્વની મેચ ઓસ્ટ્રેલિયા સાથે થશે, આ મેચ નક્કી કરશે કે અફઘાનિસ્તાનની ટીમ સેમીફાઇનલ રમશે કે નહીં.

આ મેચ પહેલા અફઘાનિસ્તાન ટીમના મુખ્ય કોચે કહ્યું કે જ્યારથી હું અફઘાનિસ્તાનનો કોચ બન્યો છું ત્યારથી અમે ઓસ્ટ્રેલિયા સાથે ત્રણ વખત રમ્યા છીએ. અમે તમામ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, અમને ઘણો આત્મવિશ્વાસ મળ્યો છે, હવે કોઈ ટીમ અફઘાનિસ્તાનને હળવાશથી લેવા ઈચ્છશે નહીં. અમે પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરવાના છીએ, અમને મેચ જીતવાની આશા છે. મને ખેલાડીઓ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

28મી ફેબ્રુઆરીના રોજ રમાશે મેચ
અફઘાનિસ્તાન ટીમની આગામી મેચ 28 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા સાથે રમાવાની છે. આ મેચ જીતીને અફઘાનિસ્તાનની ટીમ સેમીફાઈનલની ટિકિટ મેળવવા ઈચ્છશે. જો ઓસ્ટ્રેલિયન ટીમ આ મેચ હારી જશે તો તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. હાલ અફઘાનિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં 2 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now