Home Sports Cricketer Rinku Singh Got Engaged

રિંકુભાઈને મળી ગઈ ભાભી : ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરને મળી ગઈ દુલ્હન, સાંસદ સાથે કરી સગાઈ

રિંકુભાઈને મળી ગઈ ભાભી
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2025, 01:54 PM IST

ભારતીય ટીમના વધુ એક ક્રિકેટરને તેમની દુલ્હન મળી ગઈ છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રિંકૂ સિંહે યૂપીનાી મછલીશહની સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી છે. પ્રિયા સમાજવાદી પાર્ટીની સાંસદ છે. બંને થોડા જ સમયમાં લગ્નના બંધનમાં બંધાવાના છે. આ સાથે રિંકુ સિંહને ઈંગ્લેન્ડની સામેની ટી 20 સિરીઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી રિંકૂ સારું પ્રદર્શન કરી રહ્યો છે. જેથી તેનો ટીમમાં સમાવેશ કરવામાં આવે છે.

કોણ છે રિંકુની દુલ્હનિયા?
--રિંકુ સિંહની મંગેતર પ્રિયાની વાત કરીએ તો તે 25 વર્ષની ઉંમરમાં સાંસદ બની હતી.
--પ્રિયા સરોજ સુપ્રીમ કોર્ટમાં વકીલ પણ છે. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂરો કર્યો.
--પ્રિયા સરોજે લોકસભા ચૂંટણીમાં બીજેપી નેતા બીપી સરોજને હરાવ્યા હતા.
--પ્રિયા સરોજના પિતા તુફાની સરોજ પણ રાજકારણમાં રહ્યા છે.
--તેઓ ત્રણ વખત (1999, 2004 અને 2009) માછલીશહર લોકસભા બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે.
--પ્રિયા સરોજનો જન્મ 23 નવેમ્બર 1998ના રોજ થયો હતો.
--સપા પ્રમુખ અખિલેશ યાદવે લોકસભા ચૂંટણી 2024માં આ યુવા ચહેરા પર દાવ લગાવ્યો હતો.

રિંકુ સિંહની કરિયર
સ્ટાર બેટ્સમેન રિંકૂ સિંહ પણ કાંઈ કમ નથી. રિંકૂ સિંહે અત્યાર સુધીમાં 30 ટી20 મેચ રમ્યા છે.જેમાં 22 ઈનિંગમાં 570 રન માર્યા છે.ટી20માં તેણે 3 ફિફ્ટી ફટકારી છે. આ સાથે IPLમાં પણ સારું પર્ફોર્મન્સ કર્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now