છેલ્લા કેટલાક સમયથી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાની વાતો ચાલી રહી છે. એવામાં વધુ એક ભારતીય ક્રિકેટરના ઘરમાં ભંગાણ પડવાની વાતો ચાલી રહી છે. પહેલા મોહમ્મદ શમીએ છૂટાછેડા લીધા, પછી શિખર ધવન પણ તેની પત્નીથી અલગ થઈ ગયો. હાર્દિક પંડ્યા અને નતાશાએ થોડા સમય પહેલા છૂટાછેડા લીધા હતા. હવે છેલ્લા ઘણા દિવસોથી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાની ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન વધુ એક ભારતીય ક્રિકેટરના સંબંધોમાં તિરાડના સમાચાર સામે આવ્યા છે.
અહેવાલો અનુસાર, ક્રિકેટર મનીષ પાંડે અને તેની પત્ની અર્શિતાના સંબંધોમાં ખટાશ આવી છે. બંનેએ સોશિયલ મીડિયામાંથી પોતાના લગ્નની તસવીરો ડિલીટ કરી દે છે. અર્શિતા અને મનીષાએ ઈન્સ્ટાગ્રામથી એકબીજાને અનફૉલો કરી દીધા છે. આમ તો, મનીષ પાંડે સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ નથી રહેતા, પરંતુ તે પોતાની પત્ની સાથેની અનેક તસવીરો શેર કરતા રહે છે. જો કે, તેમણે આ તસવીરો પણ ડિલીટ કરી દીધી છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાના સમાચાર આવી રહ્યા છે. જો કે બંનેએ હજી સુધી તેમના અલગ થવાની જાહેરાત કરી નથી, પરંતુ બંનેમાંથી કોઈએ છૂટાછેડાને અફવા ગણાવી નથી. બંનેએ ઈશારાથી જવાબ આપ્યો છે. હાલમાં જ ચહલ પણ નશામાં જોવા મળ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.કપલના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર ચહલ અને ધનશ્રીના છૂટાછેડા નક્કી છે. બંનેની સોશિયલ મીડિયા પોસ્ટ પર આ તરફ ઈશારો કરે છે.
ક્રિકેટના 149 વર્ષના ઇતિહાસમાં ક્યારેય ન થયું તે હવે થયું!: વેસ્ટ ઈન્ડિઝની જોડીએ છઠ્ઠી વિકેટ માટે 401 રનની ભાગીદારીએ તોડ્યો 10 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ






