Home Sports Cricket Virat Kohli Player Of The Match Awards Record Century Against Pakistan Champions Trophy 2025 Ind Vs Pak

કોહલીએ તોડ્યો સચિનનો રેકોર્ડ : પાકિસ્તાન સામેની મેચમાં કોહલી ફોર્મમાં

કોહલીએ તોડ્યો સચિનનો રેકોર્ડ
Published by: OBS Bureau
Last Updated: Feb 24, 2025, 05:06 AM IST

ગઈ કાલે એ દિવસ હતો જ્યાં ફરીવાર આખુ ભારત પોતાના ટીવી અને મોબાઈલ પર મેચ નિહાળી રહ્યાં હતા કારણ કે સવાલ નાકનો હતો. પાકિસ્તાન સામેની મેચમાં ભારતની શાનદાન જીતનો જશ્ન આખો દેશ મનાવી રહ્યો છે. તેવામાં વિરાટ કોહલીએ ગઈ કાલની મેચથી રેકોર્ડ તોડી નાખ્યો છે.

ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું. ટીમ ઇન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સતત બીજી મેચ જીતી છે. વિરાટ કોહલીનું દુબઈમાં શાનદાર પરફોર્મન્સ

ત્રીજા નંબર આવેલા વિરાટ કોહલીએ શતક ફટકારી હતી. કોહલીએ આ મેચમાં વધુ એક રેકોર્ડ બનાવ્યો છે.

કોહલીને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો. અત્યાર સુધીની પાકિસ્તાન સામેની મેચમાં શાનદાર પરફોર્મન્સ રહ્યું.

કોહલીએ ICC ટૂર્નામેન્ટ્સમાં પાકિસ્તાન સામે પાંચમી વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. તે આઈસીસી ટૂર્નામેન્ટ્સમાં પાકિસ્તાન માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.

સચિન તેંડુલકરને ક્યારેય આઈસીસી ટૂર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો નથી. કોહલીએ ઘણા મોટા નામોને પાછળ છોડી દીધા છે.

પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 241 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 42.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now