Home Sports Cricket Schedule For Olympics 2028 Revealed 6 Teams Will Participate Matches Will Be In T20 Format

128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટની વાપસી : આટલી ટીમો લેશે ભાગ, જાણો ક્યારે અને ક્યાં મેચ રમાશે?

128 વર્ષ પછી  ઓલિમ્પિકમાં ક્રિકેટની વાપસી
Published by: OBS Bureau
Last Updated: Jul 15, 2025, 01:49 PM IST

ઓલિમ્પિકમાં હવે ક્રિકેટની વાપસી નિશ્ચિત થઈ ગઈ છે અને તેનો શેડ્યૂલ પણ જાહેર થઈ ચૂકયા છે. અમેરિકાના લૉસ એન્જેલિસ શહેરમાં વર્ષ 2028માં યોજાનાર ઓલિમ્પિક મેચમાં ક્રિકેટની મેચ પણ પોમોના શહેરના ફેયર ગ્રાઉન્ડ્સ સ્ટેડિયમમાં રમાશે, જે લૉસ એન્જેલિસથી લગભગ 50 કિલોમીટર દૂર આવેલ છે. આ મેચ 12 જુલાઈથી શરૂ થશે. જ્યારે મેડલ મેચો 20 અને 29 જુલાઈએ રમાશે.

પુરુષ અને મહિલાઓની કુલ 6-6 ટીમ ભાગ લેશે

પુરુષ અને મહિલાઓ બંને વર્ગોમાં કુલ 6-6 ટીમ ભાગ લેશે. ઓલિમ્પિકમાં ક્રિકેટ T20ના ફોર્મેટમાં રમાશે. આ સ્પર્ધામાં કુલ 180 ખેલાડીઓ ભાગ લેશે. ક્રિકેટનો સમાવેશ આની પહેલા માત્ર એક વાર પેરિસ ઓલિમ્પિકમાં કરવામાં આવ્યો હતો. આયોજકો દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, 14 અને 21 જુલાઈએ કોઈ મેચ નહીં હોય, જ્યારે મોટાભાગના દિવસોમાં ડબલ હેડર રમાશે.

128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટની વાપસી
છેલ્લે વર્ષ 1900માં પેરિસ ઓલિમ્પિકમાં ક્રિકેટ માત્ર એક વાર રમાઈ હતી. જ્યાં બંને ટીમ- ગ્રેટ બ્રિટેન અને ફ્રાંસે બે દિવસીય મેચ રમી હતી. આ મેચમાં ગ્રેટ બ્રિટેને ગોલ્ડ જીત્યો હતો. પુરુષો અને મહિલાઓના વર્ગમાં કુલ 90-90 ખેલાડીઓના ક્વોટા આપવામાં આવ્યા છે. જેથી બધી 12 ટીમો 15-15 સભ્યોની ટીમ જાહેર કરી શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now