Home Sports Cricket News Who Will Win This Test Match At The Oval These Big Changes Have Been Made In The Indian Team And The England Team

IND vs ENG: અંતિમ ટેસ્ટ મેચ : બંને ટીમમાં મોટા બદલાવ!, આ મેદાન કોને ફળશે?

IND vs ENG: અંતિમ ટેસ્ટ મેચ
Published by: OBS Bureau
Last Updated: Jul 31, 2025, 01:48 PM IST

Kennington Ovalની આ ટેસ્ટ મેચ બંને ટીમો માટે ખૂબ અગત્યની મેચ છે કેમ કે, જો આ મેચ ઈન્ડિયા જીતશે તો આ સીરીઝને 2-2 થી બરાબર કરવાની તક મળશે. અને જો ઇંગ્લેન્ડ જીતશે અથવા મેચ ડ્રૉ થાય તો ઇંગ્લેન્ડ આ સીરીઝ જીતી જશે. ઇંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલમાં એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની અંતિમ મેચ ચાલી રહી છે. જેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.

ભારતીય ટીમ આ ચાર ફેરફાર:

ભારતીય વિકેટકીપર બેટ્સમેન અને ટીમના વાઇસ-કેપ્ટન ઋષભ પંત જમણા પગ ઈજાને કારણે આ મેચ માંથી બહાર થઈ ગયો છે. પંતની જગ્યાએ ધ્રુવ જૂરેલને ટીમમાં સ્થાન મળ્યું છે. ભારતીય ટીમના ઘાતક ફાસ્ટ બોલર જસપ્રિત બૂમરાહના વગર આ મેચ રમવા ઉતરી છે. બૂમરાહની જગ્યાએ આકાશ દીપને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અંશુલ કંબોજની જગ્યાએ પ્રસિદ્ધ ક્રિષ્નાને તક મળી છે.

અને શાર્દૂલ ઠાકુરના સ્થાને કરુણ નાયરને ફરી એક વખત તક મળી છે.

ઇંગ્લેન્ડની ટીમમાં પણ ચાર મોટા બદલાવ:

બેન સ્ટોક્સને માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડમાં રમાઈ ગયેલ ચોથી ટેસ્ટ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. તેને જમણા ખભાની ઈજાનો સામનો કરી રહ્યો છે, જેના કારણે તે અંતિમ ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થયેલ છે. સ્ટોક્સની જગ્યાએ જેકબ બેથેલને ટીમમાં સ્થાન મળ્યું છે. સ્ટોક્સના સિવાય જોફ્રા આર્ચર, લિયામ ડોસન અને બ્રાયડન કાર્સ આ મેચમાં રમશે નહીં. તેમની જગ્યાએ જેમી ઓવર્ટન, ગસ એટકિન્સન અને જોશ ટંગને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી છે.

કેનિંગ્ટન ઓવલના મેદાનમાં ભારતનો ટેસ્ટ રેકોર્ડ્સ:

ભારતીય ટીમ આ મેદાનમાં કુલ 15 ટેસ્ટ મેચો રમી છે તેમાં ફક્ત 2 જીતીને, 7 ડ્રૉ અને 6 હાર મળી છે. આ મેદાનમાં ભારતીય ટીમનો સર્વોચ્ચ સ્કોર 664 રન છે, અને નિમ્ન સ્કોર 94 રન છે. આ મેદાનમાં સર્વોચ્ચ રન એક ઇનિંગ્સમાં સુનિલ ગાવસ્કર ના છે અને સૌથી સારી બોલિંગ પ્રદર્શન બી.એસ. ચંદ્રશેખરના નામે છે.

આ મેદાન પર ભારતની યાદો:

1936- ભારત આ મેદાન પર પ્રથમ વખત ટેસ્ટ મેચ રમાઈ હતી, પણ 9 વિકેટથી હાર મળી.

1971-35 વર્ષ બાદ અજીત વાડેકરની કેપ્ટનસીમાં પ્રથમ જીત મળી હતી.

2021-વિરાટ કોહલીની કેપ્ટનસીમાં 157 રનની યાદગાર જીત મળી હતી.

2023-વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાથી હાર મળી હતી.

IND vs ENG પ્લેઈંગ ઈલેવન

ભારતીય ટીમ: યશસ્વી જયસ્વાલ, કે. એલ. રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ, કરુણ નાયર, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, આકાશદીપ, પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ.

ઇંગ્લેન્ડ ટીમ: જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, જેકબ બેથેલ, જેમી સ્મિથ, ક્રિસ વોક્સ, ગસ એટકિન્સન, જેમી ઓવરટન, જોશ ટંગ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now