Home Sports Cricket News India Vs England Kennigton Oval London Test Records Of India

IND vs ENG: Oval ના ગ્રાઉન્ડમાં રમાશે સીરીઝની છેલ્લી મેચ : જાણો Kennington ના મેદાનમાં રમાયેલી ભારતની ટેસ્ટ મેચના રેકોર્ડ્સ

IND vs ENG: Oval ના ગ્રાઉન્ડમાં રમાશે સીરીઝની છેલ્લી મેચ
Published by: OBS Bureau
Last Updated: Jul 29, 2025, 06:12 AM IST

ભારત-ઇંગ્લેન્ડની વચ્ચેની ટેસ્ટ સીરીઝની અંતિમ મેચ 31 જુલાઈએ Kennington Oval ના મેદાનમાં રમાવાની છે. હાલ ઇંગ્લેન્ડ આ ટેસ્ટ સીરીઝને 2-1થી લીડ કરે છે. આ મેચ બંને ટીમો માટે ખૂબ અગત્યની મેચ છે કેમ કે, જો આ મેચ ટીમ ઈન્ડિયા જીતશે તો આ સીરીઝને 2-2 થી બરાબર કરવાની તક મળશે. અને જો ઇંગ્લેન્ડની ટીમ જીતશે અથવા મેચ ડ્રૉ થાય તો ઇંગ્લેન્ડ આ ટેસ્ટ સીરીઝ જીતી જશે.

Kennington Ovalના મેદાનમાં ભારતનો ટેસ્ટ રેકોર્ડ્સ:

કુલ ટેસ્ટ મેચો:15

જીત્યા:2

હાર:6

ડ્રૉ:7

સૌથી વધારે સ્કોર: 664 રન ઇંગ્લેન્ડની વિરુદ્ધ

સૌથી નિમ્ન સ્કોર: 94 રન ઇંગ્લેન્ડની વિરુદ્ધ

સૌથી સારું બેટિંગ પ્રદર્શન: સુનિલ ગાવસ્કર-221(1979)

સૌથી સારી બોલિંગ પ્રદર્શન: બી.એસ. ચંદ્રશેખર- 38 રનમાં 6 વિકેટ મેળવી હતી (1971)

આ મેદાન પર ભારતની યાદો:

1936- આ મેદાન પર ભારતની પ્રથમ વખત ટેસ્ટ મેચ રમાઈ હતી, પણ 9 વિકેટથી હાર મળી.

1971- 35 વર્ષ બાદ અજીત વાડેકરની કપ્તાનીમાં પ્રથમ જીત મળી હતી.

2021- વિરાટ કોહલીની કપ્તાનીમાં 157 રનની યાદગાર જીત મળી હતી.

2023- વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાથી હાર મળી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now