Home Sports Cricket News India Vs England Fast Bowling All Rounder Jamie Overton Rishabh Pant

Ind vs Eng: ઇંગ્લેન્ડની ટીમમાં થઈ એક ફાસ્ટ બોલરનો સમાવેશ : ઓવલ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં પણ એક બદલાવ જોવા મળશે.

Ind vs Eng: ઇંગ્લેન્ડની ટીમમાં થઈ એક ફાસ્ટ બોલરનો સમાવેશ
Published by: OBS Bureau
Last Updated: Jul 28, 2025, 12:12 PM IST

ભારત-ઇંગ્લેન્ડની વચ્ચે ચાલી રહેલ એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની પાંચ મેચોની સીરીઝ રમાઈ રહી છે. આ સીરીઝની ચાર મેચો સમાપ્ત થઈ ચૂકી છે. આ બને ટીમોની વચ્ચે સીરીઝની પાંચમી અને છેલ્લી મેચ 31 જુલાઇ (ગુરુવારે) લંડનના ઓવલ મેદાન પર રમાવાની છે. હવે પાંચમી ટેસ્ટ મેચ માટે ઇંગ્લેન્ડે ટીમની જાહેરાત કરી છે. ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર જેમી ઓવર્ટનની ટીમમાં વાપસી થઈ છે. ઓવર્ટન આ સીરીઝની પ્રથમ ત્રણ મેચ માટે તે ટીમનો ભાગ હતા, પરતું ઓવર્ટનને માન્ચેસ્ટર ટેસ્ટ માટે ટીમ માંથી રિલીઝ કરવામાં આવ્યો હતો. હવે 31 વર્ષીય ઓવર્ટનની ફરીથી ટીમમાં એન્ટ્રી થઈ છે. જેમી ઓવર્ટને ઇંગ્લેન્ડની માટે 1 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેને 2 વિકેટ લીધી હતી અને 97 રન બનાવ્યા છે. ઓવર્ટને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો સારો અનુભવ છે. ઓવર્ટને અત્યાર સુધીમાં 98 ફર્સ્ટ ક્લાસની મેચોમાં 31.23ની સરેરાશ થી 237 વિકેટ લીધી છે અને 21.82ની સરેરાશથી 2401 રન પણ બનાવ્યા છે.

ભારતીય ટીમમાં એક બદલાવ

ઓવલ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં એક બદલાવ જોવા મળશે. ભારતીય વિકેટકીપર બેટ્સમેન અને ટીમના વાઇસ-કેપ્ટન ઋષભ પંત જમણા પગ ઈજાને કારણે આ મેચ માંથી બહાર થઈ ગયા છે. હવે પંતની જગ્યાએ તમિલનાડુના વિકેટકીપર બેટ્સમેન નારાયણ જગદીશનને પાંચમી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં શામેલ કરવામાં આવ્યો છે.

પાંચમી ટેસ્ટ મેચ માટે ઇંગ્લેન્ડની ટીમ:

બેન સ્ટોક્સ (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાઈડન કાર્સ, ઝેક ક્રોલી, લિયામ ડોસન, બેન ડકેટ, જેમી ઓવરટન, ઓલી પોપ, જો રૂટ, જેમી સ્મિથ, જોશ ટંગ, ક્રિસ વોક્સ.

પાંચમી ટેસ્ટ મેચ માટે ઈન્ડિયાની ટીમ:

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કે.એલ.રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરૂણ નાયર, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જૂરેલ(વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, નારાયણ જગદીશન(વિકેટકીપર), જસપ્રિત બૂમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, આકાશ દીપ, કુલદીપ યાદવ, અંશુલ કંબોજ, અર્શદીપ સિંહ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now