એશિયાના કેટલાક દેશોમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. સિંગાપોર, થાઇલેન્ડ અને હોંગકોંગમાં નોંધાયેલા નવા કેસોએ આરોગ્ય તંત્રને સતર્કતા વધારવા મજબૂર કર્યા છે. આ સાથે જ ભારતમાં પણ કોવિડના નવા કેસો નોંધાઇ રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને નિષ્ણાતો સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે.
સિંગાપોરમાં કોરોનાના કેસ 14 હજારને પાર
સિંગાપોરમાં 27 એપ્રિલથી 3 મે વચ્ચે કોવિડના 14,200 નવા કેસ નોંધાયા છે. ગયા અઠવાડિયે આ આંકડો 11,100 હતો. હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા પણ વધીને 133 થઈ છે. સિંગાપોરના કોમ્યુનિકેબલ ડિસીઝ એજન્સી (CDA) અનુસાર, કેસો મુખ્યત્વે JN.1 ના પેટા વેરિયન્ટ LF-7 અને NB-1.8ના કારણે વધી રહ્યા છે. જોકે, CDAએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં ગંભીર પરિસ્થિતિ નથી અને વધુ પડતી ઘબરાહટની જરૂર નથી.
થાઈલેન્ડમાં એક અઠવાડિયામાં કેસ ડબલ
થાઈલેન્ડના ડિસીઝ કંટ્રોલ વિભાગ (DDC) અનુસાર 11 થી 17 મે દરમ્યાન 33,030 નવા કેસ નોંધાયા છે. ગયા અઠવાડિયે આ સંખ્યા માત્ર 16,000 હતી. બેંગકોકમાં સૌથી વધુ 6,290 કેસ નોંધાયા હતા અને 1,918 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. ચેપના કારણે બે લોકોનાં મોત પણ થયા છે. ચુલાલોંગકોર્ન યુનિવર્સિટીના ડો. થીરા વોરાટનારટે ચેતવણી આપી છે કે જો આવું જ ચાલતું રહેશે તો આગામી અઠવાડિયાંમાં પરિસ્થિતિ ચિંતાજનક બની શકે છે.
હોંગકોંગમાં પણ કેસોમાં વધારો
હોંગકોંગમાં 10 મે સુધીમાં 1,042 નવા કેસ નોંધાયા છે. અધિકારીઓએ સંકેત આપ્યો છે કે વાયરસનું ફરીથી ફેલાવું સંભવિત છે, પણ હાલની સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે.
ગરમીમાં વધુ બાળકો જન્મે છે કે ઠંડીમાં?: પ્રજનન ક્ષમતા પર હવામાનની શું થાય છે અસર?






