ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવ્યા છે. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી છે ત્યારે નવ નિયુક્ત પ્રમુખોને રાજનીતિના પાઠ ભણાવવામાં આવેશે. જેના પગલે 26થી 28 જુલાઈ સુધી ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે કરશે ચર્ચા
આણંદના અંધારીયા ચકલા નજીક આવેલ નિજાનંદ રિસોર્ટમાં આયોજિત પ્રશિક્ષણ શિબિરનું રાહુલ ગાંધી ઉદ્ઘાટન કરશે ત્યારબાદ તેઓ ચાર કલાક જેટલો સમય નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા ચર્ચા કરશે. જે ચિંતન શિબિરમાં સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ, મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનીક, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સહિત પ્રદેશ કોંગ્રેસ અને આણંદ કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.
વડોદરા એરપોર્ટ પર રાહુલ ગાંધીનું કરાયું સ્વાગત હતું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. વડોદરા એરપોર્ટ પર રાહુલ ગાંધીને આવકારવા કોંગ્રેસ નેતાઓ પહોંચ્યા હતા. જ્યા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કહ્યું કે, રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડશે અને ક્રાંતિનાં મહિના ઓગસ્ટમાં કોંગ્રેસ ક્રાંતિકારી આંદોલન કરશે, કોંગ્રેસ મિશન 2027નો રોડમેપ તૈયાર કરશે અને ગુજરાતમાં સહકારી ક્ષેત્રોના ભ્રષ્ટાચારને ખુલ્લો પડાશે''
કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં ક્યારે કેટલી સીટ જીતી?
1962 - 113
1967 - 93
1972 - 140
1975 - 75
1980 - 141
1985 - 149
1990 - 33
1995 - 45
1998 - 53
2002 - 51
2007 - 59
2012 - 61
2017 - 77
2022 - 17






