Home International Congress Mp Shashi Tharoor Offered Veer Savarkar Award Declined Hrds India

શશી થરૂરે "વીર સાવરકર એવોર્ડ" લેવાની ના પાડી : કોંગ્રેસ નેતાએ આયોજકોને "બેજવાબદાર" કેમ કહ્યા?

શશી થરૂરે "વીર સાવરકર એવોર્ડ" લેવાની ના પાડી
Published by: OBS Bureau
Last Updated: Dec 10, 2025, 08:16 AM IST

Shashi Tharoor: કોંગ્રેસના સાંસદ શશી થરૂરને NGO ગ્રુપ HRDS ઇન્ડિયા દ્વારા "વીર સાવરકર ઇન્ટરનેશનલ ઇમ્પેક્ટ એવોર્ડ 2025" આપવાની જાહેરાત કરી છે. જોકે, થરૂરે આ એવોર્ડ સ્વીકારવાનો ના પાડી છે. આ એવોર્ડ માટે છ લોકોના નામ નોમિનેટ કરવામાં આવ્યા છે. થરૂરના જણાવ્યા અનુસાર, તેમને મીડિયા રિપોર્ટ્સમાંથી જાણવા મળ્યું કે તેમને આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે, જે દિલ્હીમાં રજૂ કરવામાં આવશે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે તેમને ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર કરતી વખતે આ જાહેરાત વિશે જાણ થઈ હતી.

શશિ થરૂરે તિરુવનંતપુરમમાં પત્રકારોને જણાવ્યું હતું કે "મને આ પુરસ્કાર વિશે ન તો જાણ કરવામાં આવી હતી અને ન તો મેં તે સ્વીકાર્યો." તેમની સંમતિ વિના નામ જાહેર કરવા બદલ આયોજકોને "બેજવાબદાર" ગણાવ્યા હતા.

આ એવોર્ડ સમારોહ આજે એટલે કે 10 ડિસેમ્બરે નવી દિલ્હીના NDMC કન્વેન્શન હોલ ખાતે યોજાવાનો છે , જ્યાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.

સંમતિ વિના નામની જાહેરાત...

શશિ થરૂરે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે એવોર્ડ, તેને રજૂ કરતી સંસ્થા કે સંદર્ભ વિશે કોઈ જાણકારી વિના, કાર્યક્રમમાં હાજરી આપવાનો કે એવોર્ડ સ્વીકારવાનો કોઈ પ્રશ્ન જ નથી.

કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા નિવૃત્ત સૈનિકો

વીર સાવરકર ઇન્ટરનેશનલ ઇમ્પેક્ટ એવોર્ડ કાર્યક્રમ NGO ગ્રુપ HRDS ઇન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવે છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now