Home Gujarat Congress Leader Tushar Chaudhary Say On Tribal Day

'...10 પાસ 11000 આદિવાસીઓને કાયમી નોકરી અપાવી હતી' : કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ આદિવાસી દિવસ પર શું કહ્યું?

'...10 પાસ 11000 આદિવાસીઓને કાયમી નોકરી અપાવી હતી'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 10, 2025, 07:16 AM IST

ભરૂચના નેત્રંગમાં 9મી ઓગસ્ટના રોજ કોંગ્રેસ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિધાનસભા વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીએ આદિવાસી નૃત્યુ કરી સભા સંબોધી હતી. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા હતાં.


આદિવાસી પોશાકમાં ડાન્સ

આદિવાસી દિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા ડો. તુષાર ચૌધરી સહિત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી આદિવાસી પોશાક પહેરી આદિવાસી ડાન્સ કરતા જોવા મળ્યા હતાં


''10 પાસ 11000 આદિવાસી ભાઈઓને અમરસિંહ ચૌધરીએ નોકરી આપી હતી''

તુષાર ચૌધરીએ કહ્યું કે, ''અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી હતા ત્યારે શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમની પાસે આવ્યા અને કહ્યું કે, આપણે ગામડે ગામડે શાળા બનાવી પરંતુ ત્યા કોઈ શિક્ષક જવા તૈયાર નથી, જ્યાં રસ્તા પાકા ન હતા, બસની સુવિધા ન હતી, ત્યારે અમરસિંહ ચૌધરીએ કહ્યું કે, જ્યાં કોઈ નહી હતું હોય ત્યાં મારો આદિવાસી જશે, ત્યારે યોજના લાવી અને ફક્ત 10 પાસ બિન તાલીમ શિક્ષક ઓર્ડર આપ્યા હતાં, આમ આવી રીતે 10 પાસ 11000 આદિવાસી ભાઈઓને અમરસિંહ ચૌધરીએ નોકરી આપી હતી''

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now