Home Gujarat Cm Dycm Bjp State Presidents Delhi Visit Sparks Debate

CM, DyCM, ભાજપ પ્રદેશ પ્રમુખના દિલ્હી રોકણથી ચર્ચા તેજ : સંગઠનાત્મક નિયુક્તિને લઈ દિલ્હી ગયાનું અનુમાન, રાજકીય ગરમાગરમી વધી!

CM, DyCM, ભાજપ પ્રદેશ પ્રમુખના દિલ્હી રોકણથી ચર્ચા તેજ
Published by: OBS Bureau
Last Updated: Dec 14, 2025, 05:02 AM IST

CM Bhupendra Patel Delhi visit : ગુજરાતની રાજનીતિને લઈને એક મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દિલ્હી ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ દિલ્હી ખાતે રાત્રી રોકાણ કર્યું, જેને લઈને રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

CM, DyCM, પ્રદેશ પ્રમુખ દિલ્હીમાં

આ દિલ્હી મુલાકાતને બાકી રહેલી સંગઠનાત્મક નિયુક્તિઓ અને મહત્વપૂર્ણ રાજકીય ચર્ચાઓ સાથે જોડીને જોવામાં આવી રહી છે. સૂત્રો અનુસાર ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર અને RSSના પ્રાંત પ્રચાર પ્રમુખ તેજસ પટેલ પણ દિલ્હીમાં હાજર હોવાની માહિતી મળી છે, જે આ મુલાકાતને વધુ મહત્વપૂર્ણ બનાવે છે. એક સાથે રાજ્યના શિર્ષ નેતાઓ અને સંગઠનના જવાબદાર પદાધિકારીઓ દિલ્હીમાં હોવાના કારણે રાજકીય ગરમાગરમી વધી છે.

સંગઠનાત્મક ફેરફારો મુદ્દે થશે ચર્ચા

આ મુલાકાત દરમિયાન કેન્દ્રિય નેતૃત્વ સાથે મહત્વપૂર્ણ બેઠકો અને ચર્ચાઓ થવાની શક્યતા છે. આગામી દિવસોમાં રાજ્યમાં સંગઠનાત્મક ફેરફારો, નવી નિયુક્તિઓ અથવા મહત્વપૂર્ણ નિર્ણયો અંગે જાહેરાત થઈ શકે તેવું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે. હાલ તો આ દિલ્હી પ્રવાસે ગુજરાતની રાજનીતિમાં ઉત્સુકતા અને ચર્ચાનો માહોલ ગરમાવી દીધો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now