Home Gujarat Cm Bhupendra Patel Meets West Midlands Mayor Richard Parker Gandhinagar

વેસ્ટ મિડલેન્ડ મેયર રિચાર્ડ પાર્કરની CM ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત : હાયર એજ્યુકેશનથી EV સુધી સહકાર પર ચર્ચા

વેસ્ટ મિડલેન્ડ મેયર રિચાર્ડ પાર્કરની CM ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત
Published by: OBS Bureau
Last Updated: Feb 22, 2026, 01:10 PM IST

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઇંગ્લેન્ડના West Midlands Combined Authority ના મેયર રિચાર્ડ પાર્કર અને તેમના હાઈલેવલ ડેલિગેશન સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલી યુ.કે.-ઇન્ડિયા ટ્રેડ ડીલ પછી આ પ્રતિનિધિમંડળની ગુજરાતની આ પ્રથમ મુલાકાત ગણાય છે.
મુલાકાત દરમિયાન હાયર એજ્યુકેશન, ગ્રીન ઇકોનોમી, ઇલેક્ટ્રિક વ્હીકલ (EV), સ્કીલ ડેવલપમેન્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર અંગે ચર્ચા થઈ. ડેલિગેશનના સભ્યોએ ગુજરાત સાથે ટેકનોલોજી અને ઇનોવેશન આધારિત ભાગીદારી માટે ઉત્સાહ વ્યક્ત કર્યો.

વર્ષ 2030માં ગુજરાતમાં યોજાનારી Commonwealth Games ને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં યુ.કે.ની નિષ્ણાતી શેર કરવાની તૈયારી પણ દર્શાવવામાં આવી. સાથે જ, વેસ્ટ મિડલેન્ડની મુલાકાત માટે મુખ્યમંત્રી અને ગુજરાતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળને આમંત્રણ પાઠવાયું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભારત વૈશ્વિક સ્તરે વિશ્વાસુ મિત્ર તરીકે ઉભરી રહ્યું છે અને 2003થી શરૂ થયેલી Vibrant Gujarat Summit દ્વારા ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ હબ તરીકે વિકસ્યું છે. તેમણે વિકસિત ભારત 2047 ના લક્ષ્યમાં ગુજરાત ગ્રીન ગ્રોથ સહિતના ક્ષેત્રોમાં આગેવાની લેવા સજ્જ હોવાનું કહ્યું.

આ સહયોગને ગતિ આપવા માટે ગુજરાત સરકાર અને વેસ્ટ મિડલેન્ડ અધિકારીઓ વચ્ચે જોઈન્ટ વર્કિંગ ગ્રુપ રચવાનો તથા iNDEXTb ને નોડલ એજન્સી બનાવવાનો પ્રસ્તાવ પણ રજૂ થયો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now