Home Gujarat Cm Bhupendra Patel Had Tea With Sarpanch In Sasan

CM ભૂપેન્દ્ર પટેલ સાસણમાં સરપંચો સાથે પીધી ચા! : સિંહ સદન ગેસ્ટ હાઉસમાં રાત્રી રોકાણ કર્યું, પ્રવાસન અંગે સ્થાનિકો સાથે કરી ચર્ચા

CM ભૂપેન્દ્ર પટેલ સાસણમાં સરપંચો સાથે પીધી ચા!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 29, 2026, 07:59 AM IST

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે રાત્રે સાસણ ગીર પહોંચ્યા હતા. એશિયાઈ સિંહોના નિવાસસ્થાન તરીકે જાણીતા સાસણ ગીરની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ પ્રાકૃતિક સૌંદર્ય અને ત્યાંની વ્યવસ્થાઓ અંગે જાતે જાણકારી મેળવી હતી. તેમણે સાસણ ગીરમાં આવેલા સ્થાનિક લોકો સાથે આત્મીય રીતે વાતચીત કરી અને વિસ્તારની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી.

ભૂપેન્દ્ર પટેલે સાસણ ગીરમાં કર્યું રાત્રી રોકાણ!

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાસણ ગીરના સરપંચને સાથે રાખીને ગામ અને ગીર વિસ્તાર અંગે વધુ માહિતી મેળવી હતી. તેમણે વિકાસ કાર્યો, પર્યટન અને સ્થાનિક લોકોની સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી. મુલાકાત દરમિયાન ભૂપેન્દ્ર પટેલ ગામના લોકો સાથે ચા પીધી હતી અને પાન પણ ખાધું હતું, જેના કારણે લોકોમાં વિશેષ આનંદ અને આત્મીયતા જોવા મળી હતી.

જનતા વચ્ચે વિશ્વાસ અને સંવાદ

આ દરમિયાન જ્યારે મુખ્યમંત્રી રસ્તા પર પગપાળા ચાલી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર કેટલીક દીકરીઓએ તેમને પોતાની દુકાને આવવાનું આમંત્રણ આપ્યું હતું. કોઈપણ ઔપચારિકતા વગર, એક સામાન્ય નાગરિકની જેમ ભૂપેન્દ્ર પટેલ તેમની દુકાને ગયા હતા અને તેમની સાથે ખુશમિજાજે વાતચીત કરી હતી. મુખ્યમંત્રીની આ સાદગી અને જનતા સાથેના નજીકના વ્યવહારથી સ્થાનિક લોકો ખૂબ પ્રભાવિત થયા હતા. સાસણ ગીરની આ મુલાકાતે મુખ્યમંત્રી અને જનતા વચ્ચેનો વિશ્વાસ અને સંવાદ વધુ મજબૂત થયો હોવાનું જોવા મળ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now