Home International Cleanest Air In Country Pollution Epidemic Shillong Capital Of Meghalaya India Recorded Only An Aqi Of 10 In City

આને કહેવાય સાચું સ્વર્ગ : પ્રદૂષણની મહામારી વચ્ચે ભારતના આ શહેરમાં નોંધાયો માત્ર 10 AQI

આને કહેવાય સાચું સ્વર્ગ
Published by: OBS Bureau
Last Updated: Dec 16, 2025, 10:27 AM IST

AQI In Shilong: એક તરફ દેશની રાજધાની દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના મોટા શહેરોમાં લોકો પ્રદૂષણથી ત્રસ્ત છે, તો બીજી તરફ દેશના કેટલાક ભાગોમાં હવા એટલી સ્વચ્છ છે કે ત્યાં સ્વર્ગ જેવું લાગે છે. એક તરફ દિલ્હી-NCRમાં ઝેરી ધુમ્મસનું કહેર, આંખોમાં જલન, શ્વાસની તકલીફ અને AQI 400ને પાર! બીજી તરફ મેઘાલયની રાજધાની શિલોંગમાં હવા એટલી શુદ્ધ કે જાણે સ્વર્ગનો ટુકડો ધરતી પર ઉતરી આવ્યો હોય! પૂર્વોત્તરના પહાડી રાજ્ય મેઘાલયની રાજધાની શિલોંગે આજે સવારે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. સવારે 9 વાગ્યે શિલોંગનો AQI માત્ર 10 નોંધાયો, જે દેશમાં સૌથી સ્વચ્છ હવાવાળા શહેરોમાં સામેલ છે.

મધ્ય પ્રદેશના આ શહેરે પણ બાજી મારી

સ્વચ્છ હવા મામલે મિઝોરમ પણ પાછળ નથી. મિઝોરમની રાજધાની આઈઝોલમા 38 AQI નોંધાયો. આ ઉપરાંત ત્રિપુરાના અગરતલામાં પણ 72 AQI રેકોર્ડ કરાયો છે. આશ્ચર્યની વાત એ છે કે માત્ર પહાડી રાજ્ય જ નહીં, મધ્ય પ્રદેશે પણ સ્વસ્છ હવા મામલે શાનદારપ્રદર્શન કર્યું છે. મધ્ય પ્રદેશના દમોહ શહેરમાં આજે સવારે AQI 35 રેકોર્ડ કરાયો, જે તેને દેશની સૌથી સ્વચ્છ હવાવાળા શહેરોની યાદીમાં સામેલ કરે છે. બીજી તરફ દિલ્હીમાં પરિસ્થિતિ ગંભીર છે. તાજેતરમાં AQI 'સિવિયર' કેટેગરીમાં પહોંચી ગયો છે, જેના કારણે લોકોને આંખોમાં જલન, શ્વાસની તકલીફ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

દિલ્હીની સ્થિતિ ગંભીર

દિલ્હીના અલીપુરમાં AQI 376 નોંધાયો,જ્યારે આનંદ વિહારમાં AQI 401, બવાનામાં AQI 408, DTU દિલ્હીમાં AQI 426, વજીરપુરમાં AQI 423 અને લોધો રોડ પર AQI 342 નોંધાયો હતો. સતત વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)એ કડક નિર્દેશો જાહેર કર્યા છે.

આઉટડોર એક્ટિવિટી પર પ્રતિબંધ

આયોગે દિલ્હી-NCRની તમામ સ્કૂલોમાં આઉટડોર રમતગમત એક્ટિવિટી પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે. CAQMએ ચેતવણી આપી છે કે, આદેશોનું ઉલ્લંઘન કરનાર સ્કૂલો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે વર્તમાન પ્રદૂષણ સ્તર બાળકોના શ્વસન તંત્ર માટે ખૂબ જ ખતરનાક છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now