Home Gujarat Christina Patels Uncles Reaction To The Allegations

''...તો હું મારૂ 40 વર્ષનું જાહેર જીવન છોડી દઈશ'' : પાટીદાર દીકરી ક્રિસ્ટીના પટેલેના આક્ષેપ બાદ તેના કાકા-ભાજપ નેતાની પ્રતિક્રિયા

''...તો હું મારૂ 40 વર્ષનું જાહેર જીવન છોડી દઈશ''
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 05, 2025, 07:27 AM IST

Christina Patel allegations: રાજકોટ શહેરમાંથી બે દિવસ અગાઉ ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો, જેમાં પાટીદાર સમાજની એક વિધવા મહિલાને પોતાના જ પરિવારજનો દ્વારા હેરાન કરવામાં આવી રહી હોવાનો ગંભીર આક્ષેપો કર્યો હતા. મુંબઈમાં રહેતી તેમની દીકરી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયામાં રડતાં રડતાં વીડિયો શેર કરી ન્યાયની માંગ કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે જેમના પર આક્ષેપ કરવામાં આવ્યા છે, તે યુવતીના કાકાની સ્પષ્ટતા સામે આવી છે.


''...તો હું મારૂ 40 વર્ષનું જાહેર જીવન છોડી દઈશ''

યુવતીના કાકા કહ્યું કે, ''મારા ભાઈનું આકસ્મિક રીતે મોત થયું હતું, જે મા દીકરી બંને મારા ભાઈથી અલગ મુંબઈ ખાતે છેલ્લા 14 વર્ષથી રહે છે''. આક્ષેપ મુદ્દે કહ્યું કે, ''મારા પર આક્ષેપ કરે છે પરંતુ તે મારા ઘરે આવી છે મારૂ ગળું પકડ્યું અને મને ધમકી પણ આપી, તમે CCTV ચેક કરી શકો જેમાં મારી હાજરી કે, ફોટો હોય તો હું મારૂ 40 વર્ષનું જાહેર જીવન છોડી દઈશ''


''આજે જે કાંઈ મિલકત છે, તે પચાવા સિવાય તેમજ...''

તેમણે કહ્યું કે, ''મારા ઉપર આક્ષેપ કરવાનો કારણ એ છે કે, ''આજે જે કાંઈ મિલકત છે, તે પચાવા સિવાય તેમજ મિલકત દબાવીને લેવા સિવાય બીજો કોઈ કારણ નથી. જો મારા ભાઈ અને ક્રિસ્ટીના પપ્પા પ્રત્યે એમને એટલી લાગણી હોત તો મારો ભાઈ 14 વર્ષ થયા એકલો રહેતો તો અમે લોકો તેને સાચવતા હતા. તે મહિના બે મહિના મારા ઘરે રોકાય તેમજ મહિનો બે મહિના મારા ભાઈના ઘરે રોકાય, અને પરેશ જ્યારે માંદો પડતો ત્યારે ICUમાં રૂમાં 14થી 15 વખત દાખલ થયો, હું તમને ડોક્ટરનો નામ પણ આપીશ તેને પૂછી શકો છો તેમજ બીલ પણ અમે ચુકવ્યા તે દિવસ મારા ભાઈના ખબર અંતર પૂછવા પણ એની દીકરીને કે, એના ઘરવાળા ન આવ્યા''


''આ ગુજરાત કોને બનાવ્યું?''

પારિવારિક ઝઘડામાં કોંગ્રેસ માથું માર્યું છે. યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું છે કે, ''સાંભળો એક પાટીદાર દીકરીની વ્યથા, શુ ભાજપનો ખેસ પહેરો તો તમે ગમે તે કરી શકો? ભાજપના નેતા હોય તો પોલીસ પણ આંખ મીંચી લે? ગૃહરાજ્ય મંત્રી ક્યા સૂઈ ગયા છે? આ ગુજરાત કોને બનાવ્યું?

ક્રિસ્ટીના વીડિયોમાં શું કહ્યું?

અત્રે જણાવીએ કે, ક્રિસ્ટીનાએ આક્ષેપ કર્યો છે કે તેમના મોટા પપ્પા બિપિન અમૃતિયા અને અન્ય પરિવારજનોએ તેમની માતા પર હુમલો કર્યો છે અને સ્થાનિક પોલીસ રાજકીય દબાણના કારણે ફરિયાદ પણ લઇ નથી રહી. ક્રિસ્ટીનાના જણાવ્યા અનુસાર, પિતાના અવસાન પછી તેમના પરિવારજનોએ મિલકત હડપ કરી લીધી અને હવે માતાને ધમકી આપવામાં આવે છે. વધુમાં તેણે આરોપ લગાવ્યો કે પિતાની અચાનક થયેલી મોત શંકાસ્પદ છે અને તે પરિવારજનો દ્વારા યોજાયેલી હત્યા હોવાની શંકા છે. પોલીસને વીડિયો પૂરાવા સાથે ફરિયાદ કરવાની કોશિશ છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.


પોતાની માતાની સુરક્ષા માટે અપીલ કરી

ક્રિસ્ટીનાએ ગુજરાત પોલીસ અને રાજ્ય સરકાર સમક્ષ પોતાની માતાની સુરક્ષા માટે અપીલ કરી છે. જ્યારે પાટીદાર સમાજ બહેન-દીકરીઓની રક્ષા માટે જહેમત ઉઠાવી રહ્યો છે, ત્યારે એક સમાજની દીકરી ન્યાય માટે રઝળી રહી છે, જે સમગ્ર તંત્ર અને સમાજ માટે ચિંતાનો વિષય છે. આ મુદ્દે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસની જરૂર છે, જેથી આરોપીઓને કાયદેસર સજા મળે અને પીડિતાને ન્યાય મળે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now