Home Entertainment Chocolate Boy Shahid Kapoor Did Not Want To Do The Film Vivah

આ શું બોલી ગયા શાહીદ? : ચોકલેટ બોય શાહીદ કપૂરને નહોતી કરવી ફિલ્મ વિવાહ, જાણો કેમ

આ શું બોલી ગયા શાહીદ?
Published by: OBS Bureau
Last Updated: Feb 04, 2025, 04:26 PM IST

શાહીદ કપૂર માટે ફિલ્મ વિવાહ તેને કરિયરમાં માઈલ સ્ટોન સમાન ગણવામાં આવે છે. હાલ તેઓ ફિલ્મ દેવાના કારણે ચર્ચામાં છે. પરંતુ એ સમયે જ્યારે વિવાહ રિલીઝ થઈ ત્યારે શાહિદ દરેકના ડ્રીમ બોય બની ગયા હતા. બધી છોકરીઓ એવું જ ઈચ્છતી હતી કે તેને શાહીદ જેવો જ પતિ જોઈએ છે. પરંતુ શું તમને ખબર છે કે, શાહીદ કપૂર એક સમયે વિવાહ ફિલ્મ નહોતા કરવા માંગતા. તેઓ ઈચ્છતા હતા કે મેકર્સ તેમને ફિલ્મમાંથી કાઢી લો.

શાહીદ કપૂરની ફિલ્મ વિવાહ આજે પણ ચાહકોની ફેવરિટ છે. પરંતુ શાહીદને તો આ ફિલ્મ વચ્ચેથી છોડી દેવી હતી.તાજેતરના એક ઇન્ટરવ્યુમાં શાહિદ કપૂરે પોતાના સંઘર્ષ અને ખરાબ સમયને યાદ કર્યો. અભિનેતાએ કહ્યું હતું કે 'જ્યારે હું વિવાહનું શૂટિંગ કરી રહ્યો હતો. તો તે સમયગાળો મારા માટે ખૂબ જ ખરાબ હતો. શાહિદ કપૂરે કહ્યું કે, એ સમયે મારી એક બાદ એક ત્રણ ફિલ્મો નિષ્ફળ ગઈ હતી. હું એવું નહોતો ઈચ્છતો કે વિવાહ સાથે પણ એવું થયા. એવામાં હું એક દિવસ સૂરજ બડજાત્યા પાસે ગયો અને કહ્યું કે, તેઓ મને કાઢી મુકે.

શાહિદ કપૂરે કહ્યું કે, પરંતુ સૂરજ બડજાત્યાએ મારી વાત ન માની કારણ કે તેમને મારા પર ભરોસો હતો. તેમણે કહ્યું કે, તું તારું કામ કર, બાકીનું મારા પર છોડી દો. તે મારા માટે યાદગાર ક્ષણ હતી. ફિલ્મ વિવાહથી શાહીદ કપૂરના કરિયરને નવી ઓળખ મળી અને તેમને એક પછી એક મોટી ફિલ્મો મળવા લાગી છે. આ પછી ફિલ્મ 'વિવાહ' એ તેમના કરિયરને વેગ આપ્યો અને બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હિટ રહી. આ પછી, '36 ચાઇના ટાઉન' અને 'છુપ ચૂપ કે' રિલીઝ થઈ અને તેમને લોકોનો ઘણો પ્રેમ પણ મળ્યો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now