Home National Chittorgarh Sanwaliya Seth Temple Donation Record 41 Crore April 2026 Gold Silver Offering

સાંવલિયા શેઠના દરબારમાં દાનનો મહાસાગર : એક જ મહિનામાં ₹41.67 કરોડનો ચઢાવો, 84 કિલો ચાંદી અને સોનાના પણ રેકોર્ડ તૂટ્યા

Sanwaliya Seth Temple, Donation Record
Published by: Nirali Gohil
Last Updated: Apr 25, 2026, 10:07 AM IST

Sanwaliya Seth Temple: રાજસ્થાનના મેવાડ પ્રદેશમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ શ્રી સાંવલિયા શેઠ મંદિરે દાન મેળવવાની બાબતમાં તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. ભક્તોની અતૂટ આસ્થાના પ્રતીક સમાન આ મંદિરમાં છેલ્લા એક મહિના દરમિયાન (18 માર્ચથી 16 એપ્રિલ સુધી) થયેલા ચઢાવાની રકમ જાણીને સૌ કોઈ દંગ રહી ગયા છે. આ 29 દિવસના ટૂંકા ગાળામાં મંદિરને કુલ 41 કરોડ 67 લાખ 38 હજાર 569 રૂપિયાની દાન રાશિ પ્રાપ્ત થઈ છે, જે મંદિરના ઇતિહાસમાં એક મહિનામાં મળેલી અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે.

મંદિર મંડળના સીઈઓ અને એડીએમ પ્રભા ગૌતમે માહિતી આપતા જણાવ્યું હતું કે, 16 એપ્રિલના રોજ ચૌદશના પવિત્ર દિવસે મંદિરનો ભંડાર ખોલવામાં આવ્યો હતો. આટલી મોટી રકમ હોવાથી ગણતરીની પ્રક્રિયા સાત રાઉન્ડ સુધી ચાલી હતી. માત્ર ભંડારમાંથી જ 33.21 કરોડ રૂપિયા નીકળ્યા હતા, જ્યારે બાકીની રકમ ભેટકક્ષ અને ઓનલાઈન માધ્યમો દ્વારા મળી હતી. આ આંકડો દર્શાવે છે કે સાંવલિયા શેઠમાં શ્રદ્ધાળુઓની શ્રદ્ધા કેટલી ગહન છે.

સોના-ચાંદીનો પણ વરસાદ: ₹3 કરોડના દાગીના ધરાયા

રોકડ રકમની સાથે ભક્તોએ સાંવલિયા શેઠને સોના અને ચાંદીના કિંમતી આભૂષણો પણ અર્પણ કર્યા છે. ગણતરીના છેલ્લા રાઉન્ડમાં અંદાજે 660 ગ્રામ સોનું અને 84 કિલોથી વધુ ચાંદી પ્રાપ્ત થઈ હતી. બજાર કિંમત મુજબ આ સોનાની કિંમત આશરે 1 કરોડ રૂપિયા અને ચાંદીની કિંમત 2 કરોડ રૂપિયાની આસપાસ થાય છે. આ ઉપરાંત, વિદેશમાં વસતા ભક્તોએ પણ મોટી માત્રામાં વિદેશી મુદ્રા અને ચેક દ્વારા પોતાનું યોગદાન આપ્યું છે.

આ પણ વાંચો: ચુંટણી પહેલા કેજરીવાલને મોટો ઝટકો : રાઘવ ચઢ્ઢા સહિત AAP ના 'ચાણક્ય' એ કર્યા કેસરિયા!

સાત રાઉન્ડમાં થયેલી ગણતરીની વિગત

ભંડાર ખોલ્યા બાદ નોટોની ગણતરી માટે મોટી ટીમ તૈનાત કરવામાં આવી હતી. વિવિધ તબક્કે મળેલી રકમ નીચે મુજબ છે:

  • પ્રથમ દિવસ: ₹11.11 કરોડ

  • બીજો રાઉન્ડ: ₹6.51 કરોડ

  • ત્રીજો રાઉન્ડ: ₹9.60 કરોડ

  • ચોથો રાઉન્ડ: ₹3.78 કરોડ

  • આમ, સાત તબક્કામાં કુલ મળીને ભંડારમાંથી કરોડોની રોકડ પ્રાપ્ત થઈ હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ એપ્રિલ 2025માં એક મહિનામાં 25 કરોડ રૂપિયાનો રેકોર્ડ હતો, જે આ વર્ષે ક્યાંય પાછળ છૂટી ગયો છે.

મૂર્તિ પરના ચરણચિહ્ન પાછળની પૌરાણિક કથા

સાંવલિયા શેઠની મૂર્તિ પર ભૃગુ ઋષિના ચરણચિહ્ન હોવાની માન્યતા છે. પૌરાણિક કથા અનુસાર, જ્યારે ભૃગુ ઋષિએ ત્રિદેવોની પરીક્ષા લીધી ત્યારે તેઓ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા હતા. વિષ્ણુ ભગવાન નિદ્રામાં હોવાથી ઋષિએ ક્રોધિત થઈને તેમની છાતી પર લાત મારી હતી. ભગવાન વિષ્ણુએ જાગીને અત્યંત નમ્રતાથી ઋષિના પગ પકડી લીધા અને ક્ષમા માગી. ભગવાનની આ સહિષ્ણુતા જોઈને ભૃગુ ઋષિએ તેમને શ્રેષ્ઠ માન્યા હતા. માનવામાં આવે છે કે સાંવલિયા શેઠની મૂર્તિ પર એ જ દિવ્ય ચરણચિહ્નો અંકિત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now