Home Gujarat Chinese Thread Sellers Slammed Ahead Of Uttarayan

ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરી વેચનારાઓ પર તવાઈ : 39 ચાઇનીઝ દોરીની રીલ સાથે ત્રણ ઝડપાયા

ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરી વેચનારાઓ પર તવાઈ
Published by: OBS Bureau
Last Updated: Dec 29, 2025, 11:52 AM IST

Chinese lace : આગામી મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) પર્વને ધ્યાનમાં રાખીને ચાંગોદર પોલીસે ચાઇનીઝ પ્લાસ્ટિક સીન્થેટિક મટીરીયલ્સની પતંગ દોરી સામે કડક કાર્યવાહી કરી છે. ચાંગોદર પોલીસે આધારભૂત માહિતીના આધારે બે ઇસમોને ચાઇનીઝ દોરીના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ રૂ. 1,89,500ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માહિતી અનુસાર મટોડા ગામ તરફ જવાના રસ્તા ઉપર સ્મશાનની બાજુમાં બે ઇસમો ચાઇનીઝ દોરી સાથે હાજર હોવાનું જાણવા મળ્યું હતું.

39 રીલ મળી આવી!

તપાસ દરમિયાન તેમની પાસેથી MONO GOLD લખેલી ચાઇનીઝ દોરીની કુલ 39 રીલ મળી આવી હતી. દરેક રીલની કિંમત રૂ. 500 ગણીએ કુલ દોરીની કિંમત રૂ. 19,500 થાય છે. આ સાથે આરોપીઓ પાસે રહેલી બુલેટ મોટરસાયકલ નંબર GJ-38-AJ-6645 (કિંમત રૂ. 1,10,000) અને પલ્સર મોટરસાયકલ નંબર GJ-38-AG-6579 (કિંમત રૂ. 50,000) પણ જપ્ત કરવામાં આવી છે. આમ કુલ મુદ્દામાલની કિંમત રૂ.1,89,500 થાય છે.

ચાઇનીઝ દોરી છે જીવેલણ

ઉત્તરાયણ દરમિયાન કેટલાક લોકો ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરી પતંગ ઉડાડે છે. આ દોરી ખૂબ જ ધારદાર હોવાથી લોકોના ગળા, હાથ અથવા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થવાના અનેક બનાવો અગાઉ બની ચૂક્યા છે. કેટલીક ઘટનામાં અંગ કપાઈ જવાના કે મૃત્યુ સુધીના ગંભીર બનાવો પણ નોંધાયા છે. આ ઉપરાંત આકાશમાં ઉડતા પક્ષીઓને પણ આવી દોરીથી ગંભીર ઇજાઓ પહોંચે છે અને ઘણા પક્ષીઓના મોત થાય છે.

ત્રણ આરોપીઓને દબોચ્યા

આ સમગ્ર મામલે ચાંગોદર પોલીસે ચાઇનીઝ પ્લાસ્ટિક સીન્થેટિક મટીરીયલ્સની પતંગ દોરીનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં જયદીપ દિલીપભાઇ કાળુભાઇ રાઠોડ (રહે. સાંણદ, જી. અમદાવાદ) અને જીગર ભરતભાઇ અજમલભાઇ મકવાણા (તા. સાંણદ, જી. અમદાવાદ)નો સમાવેશ થાય છે. જ્યારે ધવલભાઇ (રહે. ફાંગડી, તા. સાંણદ, જી. અમદાવાદ)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now